મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (12:52 IST)

સુરતમાં ડુમસના દરિયામાં મોટી દુર્ઘટના ટળી, કોલસા ભરેલું બાર્જ ONGC બ્રિજના પિલર સાથે ટકરાયું

સુરતના ડુમસના દરિયામાં મોટુ દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે.ડુમસના દરિયામાંથી તણાઈ આવેલું કોલસા ભરેલું બાર્જ ONGC બ્રિજના પિલ્લર સાથે ટકરાયું હતું. હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ઘણી વખત વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના બાર્જ તણાઈ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પિલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે.

વિદેશથી ખૂબ જ મોટા પ્રમાણમાં હજીરા સ્થિત કંપનીઓ દ્વારા કોલસાની આયાત કરવામાં આવે છે. વિશેષ કરીને ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી જહાજ ભરીને કોલસો આવતો હોય છે. તેમાંથી માલ સામાનને જેટી સુધી પહોંચાડવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી વખત આ કામગીરી બંધ હોય છે.

ત્યારે જેટી પર તેમને બાંધીને રાખવામાં આવતા હોય છે, પરંતુ કોઈ કારણસર બાર્જ ઓએનજીસી બ્રિજના પિલર સુધી આવી ગયું હતું.દરિયામાં ભારે પવનના મોજા ઉઠતા બાર્જ ઓએનજીસી બ્રિજના પિલર સાથે ટકરાયા હતા. બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી પવન અને પાણીના વેગના કારણે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય બાર્જની દોરીઓ તૂટી જતાં તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી ગયાં હતાં. જેથી લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. બીજી તરફ બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.