સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (14:30 IST)

રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન, ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત્ રહેશે અને જેને પગલે ત્યાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. આગામી ૩ દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં ઘટાડો થશે. ગત રાત્રિએ નલિયામાં ૪.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩૦ જાન્યુઆરી સુધી નલિયામાં ૧૦ ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.
 
જાણો ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ઠંડી?
શહેર           ઠંડી
નલિયા        ૪.૮
ગાંધીનગર     ૫.૫
ડીસા           ૭.૬
પાટણ          ૭.૬
જુનાગઢ        ૮.૦
અમદાવાદ     ૮.૬
રાજકોટ        ૮.૬
પોરબંદર      ૯.૪
કંડલા         ૯.૬