ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (10:55 IST)

કોરોના મહામારીમાં ફરજ દરમિયાન 9 શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો

teacher
'શિક્ષક કભી સાધારણ નહી હોતા' આ પંક્તિ યથાર્થ થાય છે. કારણ કે જ્યારે પણ કોઇ પણ મહામારી હોય કે પછી વસ્તીગણતરી જેવા કામો હાથ ધરવામાં આવે છે. ત્યારે શિક્ષકોની મદદ જરૂરી બની જાય છે. છેલ્લા એક વર્ષથી દેશ-દુનિયા સહિત ગુજરાતમાં આ મહામારીએ આતંક મચાવ્યો છે. ત્યારે ગત એપ્રિલથી માંડીને અત્યાર સુધી કુલ 9 શિક્ષકોના મોત થયા છે. 
 
સંધ પ્રદેશ દાનહમાં 900 જેટલા શિક્ષકો કોંન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે. આ શિક્ષકોને કોરોનાની મહામારી દરમિયાન તેમને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. તેમણે આ દરમિયાન પોઝિટિવ ઘર હોય તે સભ્યોની જાણકારી પ્રાપ્ત કરવાની અને સેનાટાઇઝની કામગીરી કરાવવાની જવાબદારી રહે છે. આ ઉપરાંત તમામ લોકોની આરોગ્ય લક્ષી માહિતી એકઠી કરવાની હોય છે. 
 
વસ્તીગણતરી હોય કે મહામારી શિક્ષકોને આગળ ધરી દેતી સરકારે એમની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાય રહી છે. દાનહ ખાતે ગત એપ્રિલથી અત્યાર સુધીમાં 9 શિક્ષકોના કોરોના કાળમાં મોત થયાનું જાણવા મળ્યું છે.
 
આ દરમિયાન તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે પરંતુ તેમને ખ્યાલ હોતો નથી ક્યારેય તેઓ જાણે-અજાણે કોરોના સંક્રમિત થઇ જાય અને તેના લીધે તેમના પરિજનો પણ તેનો શિકાર થાય છે. 
 
દાનહમાં ફરજ દરમિયાન કુલ શિક્ષકો કોરોના સંક્રમિત થયા જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.જેમાં કિશનભાઇ પટેલ અથોલા શાળા, વંદનાબેન ગિમ્ભર વેલુગામ શાળા, રમણભાઈ ભસરા સેલ્ટી શાળા, સાવજી ભોયા નરોલી હાઈસ્કૂલ, નરેન્દ્રભાઈ ગોંડ આપટી શાળા, સુમિત્રાબેન ડી. પટેલ મુખ્ય શિક્ષક ચીખલી શાળા અમનીજ દીકરી પન્નાબેન બાબુભઈ પટેલ ખુટલી શાળા, શિક્ષક લક્ષીભાઈ જાધવ અને ગુલાબભાઇ વાંગડ માંદોની કેન્દ્ર શાળાના શિક્ષકોએ ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે. મોતને ભેટનારા મોટા ભાગના શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં સારવાર તેમના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય 15 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમની હાલત ગંભીર છે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આ શિક્ષકો માટે તંત્ર પાસે પુરતી સુવિધા ન હોવાનું પણ એક મોટું કારણ છે. 
 
દાનહ ખાતે 3 મહિલા સહીત કુલ 9 શિક્ષકો આ રીતે હાલના કોરોના કાળમાં પોતાની ફરજ બજાવતા સંક્રમિત થવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત હાલમાં હાલ 15 શિક્ષકો કોવિડ પોઝિટિવ છે અને એક ની હાલત ગંભીર છે. આ માટે તંત્ર દ્વારા તેઓની સુરક્ષા માટે પુરતા સાધનો અને સુવિધા ન આપવાનું કારણ પણ જવાબદાર ગણાવાય રહ્યું છે. ત્યારે DNH પ્રાયમરી અપર પ્રાયમરી કોન્ટ્રાક બેઝ ટીચર વેલ્ફેર એસોસિએશને આ બાબતે મંગળવારે સેલવાસ કલેટરને એક આવેદન પત્ર પણ આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી.
 
જે. એ. રાઠોડ (કોન્ટ્રાક બેઇઝ ટીચર વેલ્ફેર એસોસિએશન દાનહ)એ જણાવ્યું હતું કે આજે અમે અમારી તકલીફો વિષે સેલવાસ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં શિક્ષકોનો ઈન્સ્યુરન્સ તેમજ એમને મળવા પાત્ર સગવડો મળી રહે તમામ શિક્ષકો જીવના જોખમે કામ કરી રહ્યા છે .ખાસ કરીને કોન્ટ્રાક શિક્ષકોની હાલત વધુ ખરાબ છે.