1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (09:30 IST)

ચેતી જજો!!! કોરોના ઇઝ કમ બેક: 140 નવા કેસ, 700 થી વધુ એક્ટિવ કેસ

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. ધીમે ધીમે કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે સાથે એક્ટિવ કેસમાં પણ વધારો થતાં ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના રવિવારે નવા 140 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,529 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 6,679 રસીના ડોઝ અપાયા હતા.
 
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 778 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 778 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,529 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશન 21, સુરત કોર્પોરેશન 11, ગાંધીનગર 5, મહેસાણા 4, કચ્છ-રાજકોટ કોર્પોરેશન અને સાબરકાંઠામાં 3-3, અમદાવાદ -ભાવનગર કોર્પોરેશન, ગીરસોમનાથ અને સુરતમાં 2-2 તથા ગાંધીનગર કોર્પોરેશન, ખેડા અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. 
 
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 71 નાગરિકોને રસીનો પ્રથમ અને 1335 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 19 ને રસીનો પ્રથમ અને 108 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 4984 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 39 ને રસીનો પ્રથમ અને 123 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 6,679 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,05,18,230 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.