ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (14:52 IST)

ગુજરાત કોરોનાનો મૃત્યુઆંક 2500ને પાર કરનાર દેશનું પાંચમું રાજ્ય બન્યું

ગુજરાતમાં સોમવારે કોરોનાનાં 1009 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આગલા દિવસનાં 1101 કરતાં 92 કેસ ઓછા નોંધાયા હતા. કોરોનાની મહામારી શરુ થયા બાદ 24 કલાકમાં આટલો મોટો ઘટાડો પ્રથમ વખત નોંધાયો હતો. જ્યારે રવિવારે રાજ્યમાં નોંધાયેલા 22 મૃત્યુ સાથે મોતનો આંકડો 2509 થયો હતો. આ સાથે જ દેશમાં મૃત્યુઆંક 2500ને પાર કરતાં રાજ્યમાં ગુજરાત પાંચમાં ક્રમે પહોંચ્યું છે. સોમવારે એક દિવસમાં સૌથી વધુ કેસ વડોદરામાં 98 નોંધાયા હતાં. જ્યારે સુરતમાં 258, અમદાવાદમાં 151, રાજકોટમાં 85, ભાવનગરમાં 47, જામનગરમાં 34, દાહોદમાં 29, મહેસાણામાં 26, ગાંધીનગરમાં 25, પંચમહાલમાં 22, જૂનાગઢમાં 21, ખેડામાં 20, અમરેલીમાં 19, ભચાઉમાં 18, કચ્છમાં 17, બોટાદમાં 16, સાબરકાંઠામાં 15, મોરબીમાં 14, સુરેન્દ્રનગરમાં 13, નવસારીમાં 12, આણંદમાં 11, અને બનાસકાંઠામાં 10 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો કુલ આંક 64,684 પર પહોંચ્યો છે. રવિવારે 24 કલાકમાં 22 મૃત્યુ નોંધાયા હતા. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 6, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ત્રણેય ઝોનમાંથી સૌથી વધુ કેસ પશ્ચીમ અમદાવાદમાં નોંધાયા હતાં. સોમવારે 3021 એક્ટિવ કેસોમાંથી 562 પશ્ચીમ ઝોન કે જેમાં નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા, આંબાવાડી, રાણીપ, સાબરમતી, અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ઉતર-પશ્ચીમ વિસ્તારમાં 521 કે જેમાં બોડકદેવ, ગોતા, થલતેજ, સોલા, ચાંદલોડીયા, દક્ષિણ પશ્ચીમ ઝોનમાં આવેલા પ્રહલાદનગર, સેટેલાઈટ, જોધપુર, સરખેજ, બોપલમાં 456, દક્ષિણ ઝોનમાં આવતાં મણીનગર, કાંકરીયા, બહેરામપુરા, ઇશનપુર, ઘોડાસરમાં 434 કેસ, પૂર્વ ઝોનમાં 412 કેસ, ઉતર ઝોનમાં 379 કેસ, સેન્ટ્રલ ઝોનમાં 293 કેસ નોંધાયા હતાં. વસ્ત્રાપુરમાં આવેલા વન મોલમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન ન થતા મોલ બંધ કરવામાં આવ્યો હ