સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 30 માર્ચ 2020 (12:18 IST)

ભાવનગરમાં 5 અને અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ: ગુજરાતમાં કુલ સંખ્યા 69

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. ભાવનગરમાં એકસાથે 5 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 થઈ છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા સતત વધારો થતાં આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 6 દર્દીના મોત ગુજરાત રાજ્યમાં નીપજ્યા છે. આજે નોંધાયેલા પોઝિટિવ કેસની વિગતો રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાહેર કરી હતી.
ભાવનગર 24 કલાકમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ થયું છે. ભાવનગર પંથકમાં 6 કેસ પોઝિટિવ મળી આવતા ગુજરાતમાં કુલ કેસનીં સંખ્યા 69 પર પહોંચી છે. હાલમાં ભાવનગર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. 
 
તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં નોંધાયેલા કેસમાં દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અમેરિકાની છે. જ્યારે ભાવનગરમાં નોંધાયેલા 4 પુરુષ દર્દીને લોકલ ટ્રાંશમીશનથી ચેપ લાગ્યો છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે તે તમામની તબીયત સ્ટેબલ છે માત્ર બે દર્દી વેન્ટીલેટર પર છે.  હવે કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગરમાં આજથી ક્લસ્ટર કંન્ટેન્ટમેન્ટ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. 
અમદાવાદ - 23 પોઝિટિવ કેસ, 3 મોત
 
વડોદરા - 9 પોઝિટિવ કેસ
 
રાજકોટ - 9 પોઝિટિવ કેસ
 
ગાંધીનગર - 9 પોઝિટિવ કેસ
 
સુરત - 8  પોઝિટિવ કેસ, 1 મોત
 
મહેસાણા - 1 પોઝિટિવ કેસ
 
કચ્છ - 1 પોઝિટિવ કેસ
 
ભાવનગર - 6 પોઝિટિવ કેસ, 2 મોત
 
ગીર સોમનાથ - 2 પોઝિટિવ કેસ
 
પોરબંદર - 1 પોઝિટિવ કેસ