રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (11:54 IST)

એટ્રોસિટીનાં કેસો વિશે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ પર થતા અત્યાચાર મામલે થતા એટ્રોસિટીન4 કેસો મામલે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, બંધારણની વિવિધ જોગવાઈ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના લોકોને સમગ્ર દેશમાં સરકારી નોકરી, અભ્યાસ સહિત કેટલાક ક્ષેત્રોમાં અનામતનો મળે કે તેમા ફેરફાર હોઇ શકે પરતું તેમના વિરૂધ અત્યાચાર થાય તો આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે. ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા નોંધ્યુ કે, વતન સિવાયના અન્ય રાજ્યોમાં રહેતા હોય તો તેવા કિસ્સામાં તે રાજ્યમાં નિયમો મુજબ અનામતનો લાભ ન મળે એમ બની શકે પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો સાથે અત્યાચાર થાય તો આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. આ બાબત વ્યક્તિના સ્વાભિમાન સાથે સંકળાયેલી છે. આ કેસમાં આરોપી - અરજદાર દિલીપ વાઘેલા વતી વકીલે રજુઆત કરી હતી કે, જેમ મૂળ રાજ્ય એટલે કે જ્યાં જન્મ થયો હોય તેવા રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં SC-ST સમુદાયના લોકોને અનામતનો લાભ પણ મળતો નથી. જેથી તેમની વિરુદ્ધ મૂળ રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થઈ શકે નહિ..આ કેસમાં ભોગ બનાર અનુસૂચિતજાતિ સાથે સંકળાયેલા છે. જે મૂળ રાજસ્થાનના વતની છે અને ગુનો ગુજરાતમાં બન્યો હોવાથી FIRમાં એટ્રોસિટી એક્ટની કલમ લાગી શકે નહી.