સંબંધિત સમાચાર
- ટેક્નોએ ગુજરાતમાં લોન્ચ કરી સ્પાર્ક સીરિઝ, ઓછી કિંમતમાં મળશે આટલા બધા ફીચર્સ
- ટ્રાફિકના નિયમો નેતાઓ અને મંત્રીઓ પર કેમ લાગુ નથી થતા?
- ભરૂચ : બંધ કંપનીમાં 40 લોકોનાં ટોળાએ કર્યો હુમલો, 3 સુરક્ષાકર્મીનાં મોત, 3ને ઇજા
- અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરત કોર્ટનું ધરપકડ વૉરંટ
- રાજકોટમાં અફઘાનિસ્તાનના યુવક સાથે પોલીસનું ગેરવર્તન, લોકોમાં રોષ
નરેન્દ્ર મોદીના પ્લેનને પાકિસ્તાન પરથી પસાર થવાની પરવાનગી નહીં
એનડીટીવી પ્રકાશિત અહેવાલ પ્રમાણે પાકિસ્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને અમેરિકા જવા માટે પોતાના ઍરસ્પેસમાંથી પસાર થવાની પરવાનગી આપવાથી ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું છે કે અમે ભારતીય ઉચ્ચાયોગને જાણ કરી શકે છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉડાન માટે અમે અમારા હવાઈ ક્ષેત્રને વાપરવાની પરવાનગી નહીં આપીએ.
આ પહેલાં પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્લેનને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી આપી ન હતી અને ભારતની અરજીને ફગાવી દીધી હતી.
મહત્ત્વનું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરના રોજ એક અઠવાડિયાની યાત્રા માટે અમેરિકા રવાના થશે.