ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (06:08 IST)

Tauktae cyclone- ગુજરાત પર મંડરાતુ તાઉતે નુ સંકટ, 185 કિમી. પ્રતિ કલાકની ગતિ સાથે દરિયાકિનારે ટકરાશે

ભારતના કેટલાક રાજ્યોમાં તબાહી નોતરનારા તાઉ તે ચક્રવાત તીવ્રતાથી ગુજરાતની તરફ વધી રહ્યુ  છે.  તાઉ તે હવે એક ભીષણ વાવાઝોડાનુ સ્વરૂપ લઈ રહ્યુ છે.  આઈએમડીએ કહ્યુ છે કે વર્તમાનમાં હવાની ઝડપ 180-190 કિમી પ્રતિ કલાકની છે અને તેની તીવ્રતા 210 કિલી પ્રતિ કલાક વધી રહી છે. તાઉ તે ચક્રવાતના ઉત્તર-પશ્ચિમની તરફ વધવા અને સોમવારની સાંજે ગુજરાત કાંઠે સુધી પહોચવાની 
શકયતા છે. ઉલ્લેખનીય છે  કે  આજે સાંજે તાઉ તે વાવાઝોડું ના પોરબંદર અને મહુવાના વચ્ચે  ગુજરાત પાર થવાની શકયતા પણ છે. હવામાન વિભાગએ તેને ખૂબ ગંભીર ચક્રવાતી વાવાઝોડું ગણાવ્યૂ  છે કહ્યુ છે કે આ 
155-165 થી 185 પ્રતિ કલાકની ઝડપે કિનારા સાથે ટકરાય શકે છે. અહમદાબાદના પોરબંદર, અમરેલી જૂનાગઢ, ગીર્-સોમનાથ, બોટાદ, ભાવનગર અને તટીય ક્ષેત્રોમાં મોટા નુકશાન થવાની શકયતા જણાવી રહી છે. 
 
આ વસ્તુઓનો થઈ શકે છે ખતરો 
છાપરાના મકાન પૂર્ણ રૂપે નાશ થવા અને કાચા મકાનને વ્યાપક નુકશાન થવાની શકયતા છે. પાકા ઘરોને કઈક નુકશાન, ઉડનારી વસ્તુઓથી સંભવિત ખતરો, વિજળી અને સંચારના ખંભા વળવાની કે ઉખડી શકે 
છે. રોડને મોટુ નુકશાન થઈ શકે છે. કેટલાક રસ્તામાં પૂર આવી શકે છે. તે સિવાય ઉપજને ભારે નુકશાન થઈ શકે છે. નાની હોડીઓને પણ નુકશાન પહોંચી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે  ગુજરાતના દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી અને આણંદ જિલ્લામાં પણ કેટલાક નુકસાનની સંભાવના છે. આઇએમડી અસુરક્ષિત
તે વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને ફિશિંગ કામગીરીને સંપૂર્ણ રીતે ખાલી કરવાની વાત કરી છે. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ ઘરની અંદર રહેવું જોઈએ. મોટરવાળી 
હોડીઓ નાના વહાણોમાં  અવર-જવર અસુરક્ષિત છે.
 
આઈએમડીમાં ચક્રવાતના પ્રભારી સુનીતા દેવીએ કહ્યુ  તાઉ તે તેમના ટ્રેક પર છે અને આ વધુ ઝડપી થશે અને ગુજરાતના તટીય ક્ષેત્રોને 155 થી 165 કોમીથી લઈને  185 પ્રતિ કલાકની ઝડપે પાર કરશે. અમે 
તેને સુપર સાઈક્લોન Super Cyclone બનવાની આશ નહી કરી રહ્યા પરંતુ ખૂબ મોટો અને તીવ્ર છે. 
આવતા 12 કલાકના સમયે આ આ જ રીતે સમુદ્રમાં કરંટ લાવશે. તેના ઉત્તર પશ્ચિમની તરફ વધવા અને સોમવાર સાંજ સુધી ગુજરાત કિનારા પર પહોચવા અને મંગળવાર તડકે કિનારાને પાર કરવાની શકયતા 
છે. સિસ્તમની નિગરાણી ડૉપલર મૌસમ રડાર ગોવાથી કરાઈ રહી છે. 
 
વેક્સીનેશન પર અસર 
એક બાજુ જ્યાં આખા  દેશમાં  કોરોના વાયરસના ખતરા છે. તેમજ બીજી બાજુ દેશના કેટલાક રાજ્યોમાં ચક્રવાત તાઉ તે તબાહી મચાવવાના ડર પણ છે. તે કેટલાક રાજ્યો માટે ઘાતક સિદ્ધ થઈ શક છે. આ 
રાજ્યોમાં ગુજરાત પણ શામેલ છે. અને તેથી રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરી દીધુ છે.