સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (09:10 IST)

સમુદ્રમાં ગુમ બે ક્રૂ-મેંબરની ડેડબોડી વલસાડથી મળી, અત્યાર સુધી 6 લાશો મળી

તાઉતે વાવાઝોડા સમયે મુંબઇના સમુદ્રમાં ઓએનજીસીના પી-305 બાર્જ જહાજમાંથી ઘણા ક્રૂ મેંમબર ગુમ થયા હતા. ત્યારબાદ ગત બે દિવસમાં સમુદ્રમાં ગુમ બે ક્રૂ-મેંબરની ડેડબોડી વલસાડથી મળી, અત્યાર સુધી 6 લાશો મળી
 
વલસાડના સમુદ્ર કિનારેથી 6 ક્રૂ મેંંબરોના લાશ મળી છે. તેમાંથી 2 મૃતકોની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર તાઉતે વાવાઝોડાને લઇને મુંબઇમાં ઓએનજીસીના પી-305 બાર્જ જહાજમાં ફસાય ગયા હતા. 
 
જેમાં કામ કરનાર 6 ક્રૂ મેંબરોની લાશ શનિવારે અને રવિવારે બપોરે વલસાડના સમુદ્ર કિનારેથી મળી આવી. તેમાં 2 મૃતકોની ઓળખ આઇડી વડે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નાની ભાગળ પાસે મળી આવેલી લાશની ઓળખ નાગેંદ્ર કુમાર અને તિલથ સ્વામિનારાયણ મંદિર પાસેથી મળી આવેલી 3 લાશોમાંથી એકની ઓળખ ઉમેદ સિંહ તરીકે કરવામાં આવી છે. 
 
ઘટના બાદ મુંબઇમાં રહેનાર પરિવારના સભ્યો, કોસ્ટગાર્ડ અને મુંબઇ પોલીસ વલસાડ માટે રવાના થઇ હતી. તમને જણાવી દઇએ કે તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઇમાં પી-305 બાર્જ જહાજમાં ક્રૂ મેંબર પણ ગયા હતા. વાવાઝોડાના લીધે જહાજને નુકસાન થયા બાદ ઘણા ક્રૂ મેંબર ગુમ થઇ ગયા હતા. 
 
વલસાડમાં આ લાશોને ક્યાંથી રાખવામાં આવશે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. એક વ્યક્તિનું આઇડી મળ્યું છે, પરંતુ હજુ પણ ઓળખ થઇ શકી નથી. તો દક્ષિણ ગુજરાત બોટ એસોસિએશનના પ્રમુખ દિનેશ ટંડેટએ જણાવ્યું હતું કે સમુદ્રના ભયંકર વવાઝોડામાં જેકેટના સહારે પણ લોકો પોતાનો જીવ બચાવી શકે ચેહ અને એક અઠવાડિયા બાદ લાશ તરીને વલસાડના સમુદ્ર કિનારે પહોંચી છે.