મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (07:34 IST)

દેશમાં ડેન્ગ્યુ કહેર વકર્યો, સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં 680 કેસ

દેશમાં કોરોનાનો ખતરો નહીવત્ થયો છે. જેને પગલે દિવાળીના તહેવારો દરમિયાન તંત્ર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હાલ દેશમાં વેક્સિનેશન પણ પુરપાટ વેગે થઈ રહ્યું છે. મોટાભાગના લોકો કોરોના રસીથી સુરક્ષિત થયા છે ત્યારે હવે ભલે મૃત્યુનુ જોખમ ઓછુ પણ કોરોના જેટલા કે તેથી પણ વધારે બિમાર પાડી દેતા ડેન્ગ્યુએ ભરડો લીધો છે.
 
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સવા 2 મહિનામાં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. છેલ્લા સવા 2 મહિનામાં ડેન્ગ્યુના 680 કેસો સામે આવ્યા છે..સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 296 કેસો હતા.જેનો રાફડો ફાટતા ઓક્ટોબર માસમાં 327 જેટલા કેસો નોંધાયા હતા અને નવેમ્બરની શરૂવાતમાં જ 57 જેટલા કેસો સામે આવ્યા છે.
 
જયારે ચિકનગુનિયા સપ્ટેમ્બરમાં 108 દર્દીઓ નોંધાયા હતા જે ઓક્ટોમ્બરમાં 168 દર્દીઓ સરકારી ચોપડે સિવિલમાં નોંધાયા હતા. જ્યારે નવેમ્બરમાં ચિકનગુનિયાના 23 જેટલા દર્દીઓ નોંધાયા છે. તો મલેરિયાની વાત કરીએ તો સપ્ટેમ્બર માસમાં 58 જ્યારે ઓક્ટોબર માસમાં 36 કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા એક જ અઠવાડિયામાં 7 કેસ નોંધાયા છે.
 
કોરોનાની જેમ જ ડેન્ગ્યુની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી. દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે, (1) દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું અને (2) પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે.
 
આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે
કોરોના ન થાય કે થાય તો ગંભીર લક્ષણો ન થાય તે માટે રસી શોધાઈ ગઈ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં 100 ટકાને અપાઈ ગઈ છે પરંતુ,ડેન્ગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી. મચ્છર ન કરડે અને ઈમ્યુનિટી સારી રહે એ જ તેનો ઉપાય છે. નોંધપાત્ર એ છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોય છે અને આ મચ્છર ઘરે,ઓફિસમાં વધુ વસતા હોય છે. ખુદ તબીબી સૂત્રો જણાવે છે કે વરસાદ પછીના બે માસ આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે.