શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (18:58 IST)

ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં - જમીન પચાવી પાડવાની નોંધાઈ ફરિયાદ

ગાંધીનગરના રૂપાલ ગામનાં વિવાદાસ્પદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયો છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાંધેજાની જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. ત્યારે આ જમીન પર ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ દ્વારા માતાજીનું મંદિર બનાવી દઈ જમીન પચાવી લેવાઈ હતી. જે અંગે ફરિયાદ દાખલ થતાં જ ધનજી ઓડ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
 
સરગાસણ શ્રીરંગ પાર્ક સોસાયટી ખાતે રહેતા મિલનકુમાર વિષ્ણુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે, તેમણે રાંધેજા ગામની રીસર્વે નંબર 1934 અને 1936 વાળી જમીન મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ પાસેથી ખરીદવાનું નક્કી કર્યું હતું. જે માટે નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવી હતી. 1934 સર્વે વાળી જમીનનો 28.25 લાખ રૂપિયા નક્કી કરીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો
 
સુરેશભાઈ રતિલાલ પટેલ (રહે.2, ગુરૃકુલ સોસાયટી, શાંતિનગર ચાણસ્મા પાટણ) દ્વારા બાના ચીઠ્ઠી રજૂ કરી તકરાર દાખલ કરાવવામાં આવી હતી. જોકે, આ નોંધને પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સુરેશભાઈ પટેલની માલિકીની સર્વે નં.1935ની જમીન તેમજ તેમના પણ બન્ને સર્વે નંબર ઉપર કંપાઉન્ડ વોલ કરીને ઢબુડી મા ઉર્ફે ધનજી નારણભાઈ ઓડ અને તેના પુત્ર વીપુલભાઈ ધનજીભાઈ ઓડ, પત્ની પવનબેન ધનજીભાઈ ઓડ (રહે. દિવ્યપુંજ બંગલો, ટીપી-44, ચાંદખેડા)એ ફુલબાઈ માતાજીનું મંદિર બનાવીને જમીન પચાવી પાડી હતી.