શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (10:48 IST)

Weather News- ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે- ધુમ્મસની ચાદર છવાઈ:

સુરત TO ભરૂચ NH નંબર 8 પર ગાઢ ધુમ્મસ
સમગ્ર શહેરમાં ધુમ્મસની ચાદર છવાઇ
વિઝિબિલિટી ઝીરો થતા વાહનચાલકોને મુશ્કેલી
 
રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે ત્યારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળે છે. ત્યારે આજે ગોંડલ અને વિરપુરમાં 100 ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.જિલ્લામાં આવેલી આ ઝાકળને કારણે રવિ પાક,ચણા,ધાણા,જીરું સહિતના પાક ઉપર જોખમ ઊભું થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.