રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 નવેમ્બર 2018 (14:39 IST)

ગજબની પબ્લિસીટી, લોકોએ ગણેશજી કે લક્ષ્મીજી નહીં પણ પીએમ મોદીની છાપ વાળા સોનાના બાર ખરીદ્યા

વાહ રે વેપારીઓ! લોકોને ખરીદી કરવા માટે ઉત્સાહ વધારવો અને બે રાજકારણીઓને વધારે પબ્લિસીટી આપવી તમને ફાવે છે ભાઈ. આમ તો લોકો ધનતેરસ અને ખાસ કરીને દિવાળીમાં ગણેશજી અને લક્ષ્મીજીના સિક્કા ખરીદતા હોય છે પણ હવે તો વડાપ્રધાન મોદીને એક વેપારીએ સોના અને ચાંદીના બાર પર સ્થાન આપી દીધું છે. 
દિવાળીના એક દિવસ અગાઉ ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો ધનની પૂજા કરે છે અને સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. સુરતમાં એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ફોટા વાળા સોના અને ચાંદીના બાર બનાવ્યા છે.

દુકાનમાં સોના-ચાંદીની ખરીદી કરવા આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, દરેક દિવાળી પૂર્વે અમે સોના-ચાંદીના રૂપે લક્ષ્મી ઘરે લઇ જઇએ છીએ, આ દિવાળીએ અમે નરેન્દ્ર મોદીના ફોટા વાળા સોનાના બાર ઘરે લઇ જઇશું. પીએમ મોદી અમારા માટે ભગવાન છે અને હું તેમની પૂજા કરીશ. દુકાનના માલિક મિલાને જણાવ્યું હતું કે, દિવાળી શુભ અવસર પર હોય છે, જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશમાં વિકાસ અને કલ્યાણની ગતિને વેગ મળ્યો છે. આ પ્રથમ વાર નથી કે, વડાપ્રધાન મોદીના ફોટાવાળા સોના-ચાંદીના બાર બનાવવામાં આવ્યા હોય. અગાઉ રક્ષા બંધનના અવસર પર પણ સુરતના જ એક ઝવેરીએ પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા વાળા સોના-ચાંદીના બાર વેંચ્યા હતા.