રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 નવેમ્બર 2023 (15:39 IST)

ગીરનારની લીલી પરિક્રમા દરમિયાન દીપડાએ કિશોરીને ફાડી ખાધી, વન વિભાગને મૃતદેહ મળ્યો

girnar
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ દર વર્ષે ઊમટે છે. આ વખતે પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. એમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક આજે વહેલી સવારે એક કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. જાજરૂ કરવા ગયેલી કિશોરીને દીપડો ઉઠાવીને દૂર લઈ ગયો હતો. એ બાદ તેને ફાડી ખાધી હતી.
girnar parikrama
girnar parikrama

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગની ટીમને માત્ર તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલાના વિક્ટર ગામેથી પરિક્રમા કરવા આવેલા પરિવારની 11 વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક જંગલ વિસ્તારમાં સવારે કિશોરી જાજરૂ માટે ગઈ હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ નાસી ગયો હતો. દીકરીને દીપડાની ચુંગાલમાંથી છોડાવવા માટે પરિવારે પાછળ દોડ લગાવી હતી, જોકે દીપડો તેને લઈ જંગલમાં દૂર નાસી ગયો હતો. પરિક્રમા રૂટ પરના વન વિભાગને દીપડાના હુમલાની જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગ દ્વારા જંગલમાં 50થી 70 મીટર દૂર જઈ કિશોરીને શોધી કાઢી હતી. જોકે તેનું મોત થઈ ગયું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને જ્યાં હાલ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.