સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (16:28 IST)

દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ

દિવાળીના તહેવાર પૂર્વ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ વિદેશથી ફટાકડાના આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન ફટાકડા વેચવા તથા ફટાકડા ફોડવાના સમય અંગે જાણકારી આપવામાં આવી છે. 
 
ગુજરાત સરકાર દ્વારા કરાયેલા જાહેરનામા મુજબ, ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની જ પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડડા અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ સાથે માત્ર લાયસન્સ ધારક વેપારીઓને જ ફટાકડાનું વેચાણ કરી શકશે. 
 
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે. એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. જોકે બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.