રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (10:04 IST)

દૂધસાગર ડેરીમાં રૂ.320 કરોડના કૌભાંડ મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત

vipul chaudhary
ગુજરાતના રાજકારણના સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી છે. ડેરીમાં તેમના કાર્યકાળ દરમિયાન બેનામી વ્યવહારની ફરિયાદો થઈ હતી, જે બાદ તેમના ગાંધીનગર સ્થિત બંગલો ખાતેથી તેમની અટકાયત કરાઈ છે.

સાથે જ તેમના CAની પણ અટકાયત કરવામાં આવી છે.દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ છે કે વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપની બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા. નાણાંકીય ગેરરીતિ મામલે હવે તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.