શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 1 જૂન 2018 (18:08 IST)

‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે
માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી ‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ
પ્રોજેકટ હાલ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યાન્વિત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જેનો આહથી શુભારંભ થયો છે. ગાધીનગર  મહાનગરપાલિકા વિસ્તારમાં આજ સુધી 20 થી વધુ વ્યસ્કોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે . એમ ગાંધીનગર સિવિલ સુપ્રિટેંડેણ્ટની યાદીમાં જણાવ્યું છે. 

 
 
જી .એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાધીનગર અને રાજ્યના આરોગ્ય  વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ પ્રોજેકટ હેઠળ આજે  એક ડૉકટર, એક નર્સિંગ સ્ટાફ અને એક એટેંન્ડ્ંટની ટીમા દ્વારા રજિસ્ટર્ડ  થયેલ વયƨકોના ઘરે  જઇને તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં વ્યસ્કનું બી.પી., વજન, શુગર , કાર્ડિયોગ્રામ, ટેમ્પરેચર શરીરમાં ઓક્સીજનની માત્રા ની તપાસ આનુષંગિક સાધનો દ્વારા કરવામાં આવી હતી.આ પ્રોજેક્ટ  15 દિવસે વ્યસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવશે.
સિવિલ હોƨપિટલ, ગાધીનગરના સુપ્રીટેંડેટ ડૉ. બીપીન નાયક અને આર.એમ.ઓ. ̒શ્રી  ડૉ.આર.એમ.ચૌહાણ  દ્વારા  આ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ કરાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ આજે સીનિયર મેડિકલ ઓફિસર ડૉ. પરેશ ગજ્જર અને તેની ટીમ   ઘર° જઇને વ્યસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરાઇ હતી.