1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 7 માર્ચ 2017 (10:44 IST)

પીએમ મોદી આજે ભરૂચમાં દેશના સૌથી લાંબા કેબલ પુલનુ કરશે ઉદ્દઘાટન, તસ્વીરો સાથે જાણો તેની ખાસિયત

પીએમ નરેન્દ્ર મોદી આજથે એ બે દિવસના ગુજરાત પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ અનેક કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે.  પીએમ સૌથી પહેલા ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ પેટ્રોકેમિકલ્સ કૉમપ્લેક્સમાં આયોજીત એક સમારંભમાં ઉદ્યોગ જગતને સંબોધિત કરશે.  પછી પીએમ ભરૂચમાં આયોજીત એક જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ ભરૂચ જીલ્લામાં નર્મદા નદી પર ફોર લેનના એક પુલનુ ઉદ્દઘાટન કરશે. આ પુલનુ નિર્માણ અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવ્યારને સુગમ બનાવવા માટે કરવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દેશનો સૌથી લાંબો એકસ્ટ્રા ડાજ્ડ કેબલ બ્રિજ છે. તેની લંબાઈ 1344 મીટર છે અને પહોળાઈ 20.8 મીટર છે. તેને બનાવવામાં 2 વર્ષ લાગ્યા જ્યારે કે 379 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. 
તેના અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 8 પર ભરૂચમાં લાગનારા જામથી મુક્તિ મળશે. આ બ્રીજ પર હંમેશા જામ લાગેલો રહે છે પણ બે વર્ષથી જામ વધુ લાગી રહ્યો હતો કારણ કે આ બ્રીજનુ કામ ચાલી રહ્યુ હતુ. 
 
ત્યારબાદ બીજા દિવસે પીએમ સોમનાથ મંદિરની પણ મુલાકાત લેશે. સાથે જ પીએમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સરપંચના રાષ્ટ્રીય સંમેલનનુ પણ ઉદ્દઘાટન કરશે. પીએમ બન્યા પછી પ્રથમ તક હશે જ્યારે તે સોમનાથ મંદિર પહોંચશે. 
ઉલ્લેખનીય છે છેલ્લા ઘણા સમયથી પીએમ નરેન્દ્ર મોદી યૂપીમાં ચૂંટણી પ્રચાર કરી રહી હતી. યૂપીમાં 8 માર્ચના રોજ અંતિમ સમયનુ મતદાન થવાનુ છે.  ત્યાથી હવે તે સીધા ગુજરાત પહોંચી રહ્યા છે. યૂપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને સપા-બસપા અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યુ. યૂપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના નિવેદનો પર વિવાદ પણ ઉઠ્યો.