ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (09:21 IST)

ગુજરાતમાં ખોટના ખાડામાં પડેલી એસટી વોલ્વો સર્વિસ હવે મહિને 35 લાખ નફો કરે છે

છેલ્લા કેટલાક સમયથી નુકસાનીમાં ચાલતી એસ.ટી. નિગમની પ્રીમિયમ બસ એટલે કે વોલ્વો ધીમે ધીમે પાટે ચડવા લાગી છે. એસ.ટી. નિગમ દ્વારા વર્ષ 2011માં વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. એની કામગીરી ખાનગી બસ એજન્સીને સોંપી હતી. વોલ્વો બસ સેવાએ છેલ્લાં 5 વર્ષમાં 125 કરોડની ખોટ કરી છે, પરંતુ સમય જતાં નિગમે પ્રીમિયમ બસ સેવામાં કેટલાક મહત્ત્વપૂર્ણ સુધારા લાવતાં વોલ્વોમાં પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે તેમજ બે માસથી દર મહિને 35 લાખનો નફો થઈ રહ્યો છે. 'દિવસે ને દિવસે લોકોની પ્રતિક્રિયા જાણીને બસ સેવાને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવની અસર પણ એમાં જોવા મળી રહી છે. એકંદરે 20% જેટલું નુકસાન નિગમને થઈ રહ્યું છે. એવું એસટીના પ્રવક્તા પાસેથી જાણવા મળ્યું છે. એસટી નિગમ દ્વારા ભૂતકાળના અનુભવોના આધારે જે રૂટ પર પ્રવાસીઓની સંખ્યા ઓછી રહેતી હતી, એ રૂટ બંધ કરવામાં આવ્યા અને કેટલાક નવા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. આંતર રાજ્ય પ્રીમિયમ બસ સર્વિસમાં સારા પરિણામ ન મળતા તેના રૂટ પણ ટૂંકાવ્યા છે, જેની સીધી અસર ખર્ચ પર જોવા મળી છે. જોકે કોરોનાકાળમાં બસો બંધ હોવાથી મોટું આર્થિક નુકસાન થયું છે.