રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ઑગસ્ટ 2020 (15:36 IST)

ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કર્યો ખુલાસો

ગુજરાત ભાજપના નેતા ફરી છોટા શકીલ ગેંગના નિશાને આવ્યાનો પર્દાફાશ થયો છે અને અમદાવાદમાંથી એટીએસએ એક શાર્પશૂટરને ઝડપી પાડ્યો છે ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ગઈકાલે રાતે હોટલ વિનસમાંથી શાર્પ શૂટર ઝડપાયો છે. તે લોડેડ ગનથી સજ્જ હતો. પરંતુ પોલીસ અધિકારીઓએ ચિત્તાની ચપળતાથી આક્રમણ કર્યુ અને શાર્પશૂટરને દબોચી લીધો હતો. હવે હોટલ વિનસન આસપાસ ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘેરો ઘાલ્યો છે. છોટા શકીલના ગેંગના શાર્પ શૂટરકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર હુમલો કરવા આવી રહ્યા હોવાની અમને બાતમી મળી હતી. આથી અમદાવાદની હોટલ વિનસની આસપાસમાં અમારા ડીવાયએસટી સહીતના અધિકારીઓએ ઘેરો ઘાલ્યો હતો. મોડી રાતે શંકાસ્પદ વ્યક્તિ આવ્યો હતો. લોડેડ રિવોલ્વર સાથે હતો. તેની ધકપકડ કરવા જતાં તેણે લોડેડ ગનથી પોલીસ પર હુમલો કર્યો હતો. પોલિસ અધિકારીઓએ ચિત્તાની ચપળતાથી આક્રમણ કરી નિશાન ચુકાવ્યું. ગોળી છતવાળા ભાગમાં વાગી હતી. છોટા શકીલ ગેંગ સાથે સંકળાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા પર હુમલો કરવા આવ્યા હતાં. એક વ્યક્તિ પકડાયો છે. બીજો વ્યક્તિ મળ્યો નથી. તેના સંદર્ભે તપાસ ચાલુ છે. અવાર નવાર રાજકીય નેતાઓ પર હુમલાલ કરવાના ષડયંત્રમાં એટીએસ ક્રાઇમ અને એસઓજી સંયુક્ત રીતે એલર્ટ રહે છે. પોલિસ તંત્રની સતર્કતાના કારણે હુમલાખોરને પકડવામાં સફળ રહ્યા છે. પોલિસની સતર્કતાના કારણે ષડયંત્રો નાકામ રહ્યા છે. હુમલાખોરના મોબાઇલના ટેકનીકલ ડેટામાં ગોરધન ઝડફિયાની વિગત છે. ગોરધન ઝડફિયાનું નામ મોબાઇલમાં મળ્યું છે. એટીએસની ટીમ આ વ્યક્તિની તપાસ કરશે. બીજા વ્યક્તિની તપાસ કરીને આ લોકોના મનસુબાનો ખ્યાલ આવશે. ઝડફિયા પૂર્વ ગૃહમંત્રી છે. તેઓ સી.આર પાટીલ સાથે પ્રવાસમાં છે. તેમની સાથે મારી વાત થઇ છે. તેમની સુરક્ષામાં વધારે કરવા સૂચના આપવામાં આવી છે. ગોરધન ઝડફિયા કાલે મોડી રાતે સોમનાથ પહોંચી ગયા હતાં.