રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (13:23 IST)

અસલામત બન્યું ગુજરાત: દરરોજ 2 મર્ડર અને 4 રેપ, વિધાનસભામાં રજૂ થયા આંકડા

મહિલાઓની સુરક્ષા માટે સ્વર્ગસમા મનાતા ગુજરાતની સુરક્ષા કડીઓ ઉપર પ્રશ્નાર્થચિહ્ન મુકતા આંકડા સામે આવ્યા છે. ગાંધીનગર વિધાનસભા સત્રમાં રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ અંગેના ચોકાવાનારા આંકડા આજે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રોજના સરેરાશ 2 મર્ડર અને 4 રેપ થાય છે. 
 
ગુજરાત વિધાનસભામાં બુધવારે અપરાધના આંકડા રજૂ કરવામાં આવ્યા જેમાં સામે આવ્યું છે કે ગત બે વર્ષમાં પ્રતિદિવસ સરેરાશ બે હત્યાઓ, બળાત્કારની ચાર અને અપહરણની છ ઘટનાઓ સર્જાય છે. રાજ્યના ગૃહ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 31 ડિસેમ્બર 2020 સુધી, ગત બે વર્ષમા6 રાજ્યના વિભિન્ન ભાગમાં 19,44 હત્યાઓ, 1853 હત્યાના પ્રયાસ, 3095 બળાત્કાર, અપહરણના 4829 કેસ અને આત્મહત્યાના 14,000થી કેસ સામે આવ્યા છે. 
 
2018માં રાજયમાં કુલ 572 બળાત્કારની ઘટના 
2018માં રાજયમાં કુલ 572 બળાત્કારના કિસ્સા નોંધાયા હતા જે 6 વર્ષના સૌથી વધુ હતા. 2014માં આ સંખ્યા 424 હતી. 2019ના સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં 400 રેપ કેસ નોંધાયા છે. 2014 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે ગુજરાતમાં કુલ 2775 બળાત્કારના કેસ નોંધાયા છે. 
 
વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ દરમિયાન ઘણા વિધાસભ્યો દ્રારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાણકારી અપાવામાં આવી હતી.