રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જાન્યુઆરી 2019 (12:48 IST)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો ઉભા નહીં રાખે

2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ધોબીપછાડ ખાધાનો બદલો 2019માં લેવા કોંગ્રેસ વિવિધ રણનીતિ અપનાવી રહી છે. ગુજરાતની 26 બેઠાકોમાંથી ભાજપ કરતા વધુ બેઠક મેળવવા કોંગ્રેસ સમજૂતી, સમાધાન અને ગઠબંધન કરવા પણ તૈયાર છે. જેના ભાગરૂપે ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠક કોંગ્રેસ નહીં લડે તેવા સમાચાર મળી રહ્યા છે.
સૂત્રો અનુસાર, ભરૂચ અને કચ્છ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ અન્ય પક્ષ અને અપક્ષ સાથે ગઠબંધન કરીને પોતાના ઉમેદવારને ચૂંટણી નહીં લડાવે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3 બેઠકો ઉપર ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) સાથે ગઠબંધન કર્યું હતું. તે જ પ્રમાણે ભરૂચ લોકસભા બેઠક પર BTP સાથે ગઠબંધન કરવા જઈ રહી છે. આ નિર્ણય કોંગ્રેસ પક્ષે દિગ્ગજ નેતા અહમદ પટેલ ઉપર છોડ્યો હતો. જેમાં અહેમદ પટેલે ભરૂચ બેઠક BTPને આપવાનો નિર્ણય કાર્યનું સૂત્રોએ જણાવ્યું છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પર કોંગ્રેસે ઉમવડાવર ઉભો નહીં રાખીને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. કચ્છ લોકસભા બેઠકમાં પણ કોંગ્રેસ આ જ રણનીતિથી આગળ વધવા માંગે છે. કોંગ્રેસ લોકસભામાં જીગ્નેશ અથવા જીગ્નેશના ઉમેદવારને ટેકો આપવા તૈયાર છે. પરંતુ આ રણનીતિથી મૂળ કોંગ્રેસના જ દલિત આગેવાનો નારાજ છે. પરિણામે આ નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ પર છોડવામાં આવ્યો છે અને હાઈ કમાન્ડ પણ કચ્છમાં અપક્ષ ઉમેદવારને ટેકો આપવાની તરફેણમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.