ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (09:13 IST)

ગુજરાતમાં ધીમી પડી પડી રહી છે કોરોનાની લહેર, મૃત્યુદરમાં પણ થયો ઘટાડો

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11084 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14770  લોકો સાજા થયા છે. 19 દિવસ બાદ પહેલીવાર 11100થી ઓછા કેસ નોંધાયા છે, આ પહેલા 19 એપ્રિલે 11403 કેસ નોંધાયા હતા.અત્યાર સુધી કુલ 4,90,412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 78.27 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં 1,02,87,224 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 31,15,821  વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1 કરોડ 35 લાખ 41 હજાર 635 રસીકરણના ડોઝ આપી ચુકાયા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
 
તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,39,614  એક્ટિવ દર્દી છે, જે પૈકી 786 લોકો વેન્ટિલેટર પર છે અને 1,38,82 લોકો સ્ટેબલ છે. 5,33,004  લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે 8,394 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 121  લોકોનાં મોત નિપજ્યાં છે.