મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (12:49 IST)

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી પેટાચૂંટણીનો ઈતિહાસ

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દશકાથી પેટાચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે. 2009થી 2019 દરમિયાન રાજ્યની જનતાએ 45 બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન કર્યું છે. જો કે પેટાચૂંટણીમાં ભાજપે વધારે  જીત મેળવી છે.  સમય સાથે પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દશકામાં ધરખમ પરિવર્તન આવ્યું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ વધારો થયો છે. છેલ્લાં એક દસકામાં રાજ્યમાં 45 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ આવી છે. જો વર્ષે પ્રમાણે વાત કરવામાં આવે તો 2009ની લોકસભાની ચૂંટણી બાદ 6 બેઠકોની પેટાચૂંટણી આવી હતી.2009માં નીચેની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.  જેમાં કોડીનાર,  દહેગામ, સમી, ધોરાજી, જસદણ અને ચોટીલાનો સમાવેશ થાય છે.  2010ના વર્ષની વાત કરીએ તો 2 બેઠક પેટાચૂંટણીનો જંગ સર્જાયો હતો. જેમાં કઠવાડા અને ચોટીલા બેઠકનો સમાવેશ થાય છે. વર્ષે 2011માં એક બેઠક ખાડિયા પર ચૂંટણી યોજાઈ હતી.  વર્ષે 2012માં પણ માણસા બેઠક પર પેટાચૂંટણીનો જંગ ખેલાયો હતો.વર્ષે 2013માં પાંચ બેઠક પર પેટાચૂંટણી યોજીવામાં આવી હતી. જેમાં લીમડી, મોરવાહડફ, જેતપુર, ધોરાજી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે.  વર્ષે 2014ની લોકસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ 15 બેઠકોની પેટા ચૂંટણી આવી હતી. જેમાં  રાજકોટ વેસ્ટ, લીમખેડા, માતર, આણંદ, તળાજા, માગરોળ, ટંકારા, મણિનગર, ડીસા, માંડવી, લાઠી, વિસાવદર, હિંમતનગર, રાપર અને અબડાસાનો સમાવેશ થાય છે.જ્યારે વર્ષે 2016માં એક ચોરીયાસી બેઠક અને વર્ષે 2018માં જસદણ બેઠકનો સમાવેશ થાય છે.  વર્ષે 2019 ની લોકસભાની ચૂંટણી દરમ્યાન 4 બેઠકોની પેટાચૂંટણી થઈ હતી અને હવે 2019ની ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજી 6 બેઠકોની પેટા ચૂંટણી થઈ ગઈ છે. જેમાં માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, ઊંઝા, રાધનપુર, થરાદ, બાયડ, લુણાવાડા, ખેરાલુ અમરાઈવાડી બેઠકનો સમાવેશ થાય છે.સામાન્ય વિધાનસભાની ચૂંટણી કરતા પેટાચૂંટણીમાં છેલ્લાં 10 વર્ષેના આંકડા પ્રમાણે ઓછું જ મતદાન થયું છે. તેમાં પણ શહેરી વિસ્તારોની બેઠકોમાં હમેશા ખૂબ ઓછું મતદાન જોવા મળ્યું છે. વર્ષે 2014માં મણિનગર અને હવે વર્ષે 2019માં અમરાઈવાડી બેઠક પર આજ પ્રકારની મતદાનની ટકાવારી જોવા મળી છે.