ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (13:26 IST)

લોકસભાની ચૂંટણી નજીક આવતા શહેરોમાં અઢી લાખ આવાસો બાંધવા દોડધામ

સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય કાર્યશાળા સ્માર્ટ ટેક્નોલોજી ફોર હાઉસીંગ અને ઇન-સીટુ સ્લમ રીહેબીલીટેશનનું આયોજન મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, નવી દિલ્હી, કેન્દ્ર સરકાર અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. જેમાં કુલ ૨૧ રાજ્યોમાંથી સેક્રેટરી કક્ષાના અધિકારીઓ તથા મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના અધિકારીઓએ હાજરી આપી હતી. રાજ્યના મનપાના કમિશનરો અને શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીઓ હાજર રહી પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું અને અમદાવાદના ઇન સીટુ સ્લમ રીડેવલપમેન્ટ અંતર્ગત અમદાવાદ ખાતે પુર્ણ થયેલ પ્રોજેક્ટની ફિલ્ડ વિઝીટ કરાવવામાં આવી હતી.

ગુજરાત સરકારે કમિશનર મ્યુનિ. એડમિનિસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઊભી કરી છે તેણે પોતાને સોંપાયેલી કામગીરીને ફાસ્ટ ટ્રેક પર મુકી છે. ખાસ કરીને આગામી વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અઢી લાખ આવાસોના નિર્માણના કાર્યને હાથ પર લીધું છે.. રાજ્યના શહેરી વિસ્તારમાં વસતા મકાન વિહોણા લોકોને વિવિધ યોજના હેઠળ ૪,૪૮,૧૭૧ આવાસોના નિર્માણનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ૨,૧૭,૭૨૫ આવાસો પૂર્ણ કરીને લાભાર્થીઓને પૂરા પડાયા છે, જ્યારે બાકીના આવાસો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. આવાસોના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના અંદાજપત્રમાં રૂા.૧૧૫૮ કરોડ રકમની માતબર ફાળવણી પણ કરાઇ છે એમ મ્યુનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન કમિશનરે જણાવ્યું છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૫થી અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ના ચાર ઘટકો હેઠળ ૧,૬૮,૪૩૭ મંજૂર આવાસો સાથે શ્રેષ્ઠ કામગીરી થકી યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે.