રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેન્દ્ર પટેલને આજે સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા ભૂપેન્દ્ર પટેલના આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૮ અને રાજ્ય કક્ષાના ૨ પદમાનિત મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર તથા ૬ પદનામિત મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર અને ભાનુબહેન બાબરિયાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી(સ્વતંત્ર હવાલો), જગદીશ વિશ્વકર્મા(સ્વતંત્ર હવાલો) તેમજ પુરુષોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશભાઈ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભિખુસિંહજી પરમાર અને કુંવરજીભાઈ હળપતીએ શપથ લીધા હતા.આ શપથવિધિ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પરિષદના મંત્રીઓ, અમિત શાહ,રાજનાથસિંહ, સર્બાનંદ સોનોવાલ, પુષ્પતી કુમાર પારસ, મનસુખ માંડવીયા, ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, મહેન્દ્રનાથ પાંડે, ફગ્ગનસિંહ કુલસ્તે, દર્શનાબહેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રામદાસ આઠવલે, અનુપ્રિયા પટેલ વગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, અરુણાચલ પ્રદેશના પ્રેમા ખાંડૂ, ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, ગોવાના પ્રમોદ સાવંત, કર્ણાટકના બસવરાજ બોમ્મઈ, ત્રિપુરાના માણિક સહા, મણિપુરના એન. બિરેનસિંહ અને આસામના મુખ્યમંત્રી ડો.હિંમતા બિસ્વા શર્મા આ શપથવિધિ સમારોહના સાક્ષી બન્યા હતા.
એન.ડી.એ સમર્થિત પક્ષોની રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાદ શિંદે સહિતના મુખ્યમંત્રીઓ આ અવસરે સહભાગી થયા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાનથુંગો પૈટન, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ચોવના મેન અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ, ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી વજુભાઈ વાળા, પૂર્વ મંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ અને અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજના શપથવિધિ સમારોહમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા ઉપરાંત ભાજપ શાષિત અન્ય રાજ્યોના મંત્રીઓમાં આસામના શ્રી કેશવ મહંત, કર્ણાટકના શ્રી બી.સી. નગેશ, શ્રી બયારતી બસવરાજની પણ ઉપસ્થિતિ રહી હતી.
આ ઉપરાંત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ માથુર, નેશનલ જનરલ સેક્રેટરીઝમાં બી. એલ. સંતોષ, દુષ્યંતકુમાર ગૌતમ, સી.ટી. રવિ, તરુણ ચુગ અને વિનોદ તાવડે, નેશનલ સેક્રેટરીઝમાં વિનોદ સોનકર, ઓમપ્રકાશ ધુરવે, વિજયા રાહતકર, ડો. અલકા ગુર્જર અને આશા લાકરા તથા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યઓમાં ડો. ઈકબાલ સિંહ લાલપુરા, ડો. સુધા યાદવ અને ડો. સત્યનારાયણ જાતીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
શપથવિધિના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદારોમાં સુધીર ગુપ્તા, રાજકુમાર ચહર, લાલસિંહ આર્ય, જમાલ સિદ્દીકી, રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ સતીશજી પુનિયા અને આસામના પ્રદેશ અધ્યક્ષ ભાબેશ કલિથા તેમજ રાષ્ટ્રના વિવિધ ધર્મ-સંપ્રદાયોના પરમ આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો તથા શુભેચ્છકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ સંતો-મહંતોને પ્રત્યક્ષ મળીને તેમના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શપથવિધિ સ્થળે સંતો-મહંતો સાથે તથા અન્ય મહાનુભાવો સાથે સૌજ્ન્ય મુલાકાત કરી હતી અને સમગ્ર મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયાં બાદ તેમણે નવનિયુકત મંત્રીઓને શુભેચ્છાઓ આપી હતી.
સચિવાલય સંકુલના હેલીપેડ પર વિશાળ સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તાઓનો જનસાગર આ શપથવિધિ સમારોહમાં આનંદ-ઉલ્લાસથી જોડાયો હતો. જનતા જનાર્દને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભારત માતાકી જય ના જયઘોષ સાથે ઉષ્માપૂર્ણ અભિવાદન કર્યુ હતું.