શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 નવેમ્બર 2017 (12:45 IST)

વર્લ્ડ બેંકે સમગ્ર ભારતમાંથી માત્ર રાજકોટના વખાણ કર્યા

ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે જેમાં વિશ્વ બેંકે સમગ્ર ભારતમાંથી એક માત્ર રાજકોટની સરાહના કરી છે. જર્મનીના બર્લિન, અમેરિકાના શહેરો, કઝાકિસ્તાન સાથે રાજકોટને સ્થાન મળ્યું છે. આથી હવે તેનો સીધો લાભ રાજકોટ મનપાએ નજીકના ભવિષ્યમાં વિશ્વ બેંક પાસેથી આર્થિક સહાય મેળવવા બેથી ત્રણ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કર્યા છે તેમાં થઇ શકશે તેવો આશાવાદ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ વ્યક્ત કર્યો છે. મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાનગરો માટે જે કઇપણ પડકારો ઊભા થાય છે. તેની સામે ટેક્નોલોજીની મદદથી કંઇ રીતે ઉપાય કરી શકાય, સંભવિત તકનો અભ્યાસ કરી તેની વાસ્તવલક્ષી અમલવારી કઇ રીતે કરી છે તમામ બાબતોનો સરવે કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાએ ક્ષેત્રે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કઇ રીતે કર્યો છે તે અંગે વર્લ્ડ બેંકને માહિતગાર કરી હતી. વિશ્વ બેંકે સમગ્ર વિશ્વમાંથી આવા શહેરોનો 112 પાનાંનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં સમગ્ર ભારતમાંથી એક માત્ર રાજકોટની સરાહના થઇ છે. રાજકોટ માટે એક ગૌરવની બાબત છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું.અગાઉ પણ ઇ-ગવર્નન્સ ક્ષેત્રે રાજકોટ મનપાને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે, પરંતુ બેંક તરફથી જે સિધ્ધિ મળી છે તેનો સીધો ફાયદો થશે કે આર્થિક બોજ ઊઠાવવા માટે રાજકોટ મનપાને મુશ્કેલી નડતી હોય એવો મોટાં અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક તરફથી રાજકોટને સરળતાથી આર્થિક સહાય મળશે. વધુમાં કહ્યું હતું કે, જર્મનીનું બર્લિન, સહિત ત્રણ શહેર અમેરિકાના શહેરો, કઝાકિસ્તાન સહિતના સાથે રાજકોટને સ્થાન મળ્યું છે.