કરંટ લાગતા યુવાનનું મોત, પરિવારે મૃતદહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Last Modified મંગળવાર, 27 માર્ચ 2018 (14:16 IST)

જુનાગઢનાં ભેસાણ તાલુકાના ચણાકા ગામના યુવકનુ GEBનુ ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે વીજ કરંટ લાગવાથી મોત થતાં ગામ લોકોના ટોળા સરકારી હોસ્પિટલ ઉમટી પડ્યા છે. આ પહેલા મૃતક જયેશભાઇના પરિવારના બે વ્યક્તિના મોત વિજ કરંટ લાગવાથી થઇ ચૂક્યા છે. આ ઘટના ભેંસાણ તાલુકાની નજીક આવેલા બરવાળા ગામમાં GEBના ટ્રાન્સફોર્મરમાં ખામી આવતા યુવાન દ્વારા તેને બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વીજ કરંટ લાગતા તેનું મોત થયું છે. હાલમાં ઘટનાની જાણ થતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોનાં ટોળાએ સરકારી હોસ્પિટલનો ઘેરાવો કર્યો છે. તથા મૃતકના પરિવારે વળતરની નહી ત્યાં સુધી લાશ સ્વીકારવોનો ઇન્કાર કરીને જ્યાં સુધી પરિવારના સભ્યો અમરાંણત ઉપવાસ પર બેસી ગયા છે.આ પણ વાંચો :