અમદાવાદમાં BRTS બસમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં

Last Modified મંગળવાર, 27 માર્ચ 2018 (12:42 IST)
કર્ણાવતી ક્લબ પાસે આજે સવારે બીઆરટીએસ બસ અચાનક ભડભડ સળગી ઊઠી હતી. જોતાજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીઆરટીએસની બસ સેવા એરપોર્ટથી કર્ણાવતી ક્લબ સુધી ચાલે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હતા તેથી કોઈ જાનહાની થઈ નથી.આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે બસમાં લાગેલી આગને પગલે બસ ભસ્મીભૂત થઈ ગઈ હતી. કર્ણાવતી ક્લબ બાજુ પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગતાં લોકોએ વાહનો પાર્ક કરીને મોબાઈલમાં સળગતી બસના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. બસમાં પાછળના ભાગે લાગેલી આગથી જોતજોતામાં જ આખી બસ આગની ચપેટીમાં આવી ગઈ હતી. રોંગ સાઈડના રોડ પર જ કેટલાક લોકોએ વાહનો રોકીને મોબાઈલમાં આગના દ્રશ્યો કેમેરામાં કેદ કરતાં જોવા મળ્યા હતા.


આ પણ વાંચો :