ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (12:03 IST)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું બજાર મૂલ્ય નક્કી કરવા ખેડૂતોની માંગ

દક્ષિણ ગુજરાતના ભરુચ જિલ્લામાં ખાસ જમીન સંપાદન અધિકારીની રૂબરૂમાં વડાપ્રધાન મોદીના હાઈટેક ગણાતા બુલેટટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમનની માર્કેટ પ્રાઈઝ નક્કી કરવાની સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં અનેક ગામના ખેડૂતો હાજર રહ્યાં હતાં. તેમણે આ પ્રોજેક્ટમાં જમીનની બજાર કિંમત જિલ્લા મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી કિંમત મુજબ ચૂકવવા માંગણી કરાઇ હતી. એકતા ગ્રામિણ પ્રજા વિચાર મંચના સંચાલક હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, દોરા, તેલોદ અને ઓચ્છણ ગામોની જમીન ડી.એફ.સી.સી પ્રોજેક્ટમાં સરકારી જમીન સંપાદન કરાઇ છે. જેમાં 20 ફેબ્રુઆરી 2016ના રોજ જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા ઓચ્છણ ગામની કિંમત ચો.મી.ના રૂ.507 નક્કી કરાયેલા હતા.  દોરા અને તેલોદ ગામની જમીન ડી.એફ.સી.સી પ્રોજેક્ટમાં સંપાદન થયેલી હતી. જે 30 માર્ચ 2016ના રોજ ભરૂચ જીલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા દોરાના પ્રતિ ચો.મી ના રૂ.925 નક્કી કર્યાં છે. જ્યારે તેલોદના રૂ.570 ચો.મીના ભાવ નક્કી કર્યાં છે. તેજ રીતે ભરૂચના પાદરીયા ગામની જમીનના ચો.મીના રૂ. 780 નક્કી કર્યાં છે. બુલેટ ટ્રેનમાં જમીનો સંપાદન થયા બાદ ઈઝમેન્ટ રાઈટ ખેડૂતોનો ગણાય છે માટે જે બજાર કિંમત નક્કી થાય તેના ઉપર 10 ટકાનો વધારો આપવા ખેડુતોએ જણાવ્યું છે. જ્યારે જીલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા જે બજાર કિંમત નક્કી કરેલી છે તેજ વાસ્તવિક બજાર કિંમત છે, તેનો જ સ્વિકાર કરીને ખેડૂતોને કિંમત ચૂકવવાની માંગણી છે. જ્યારે બજાર કિંમત પર 100 ટકા સોલેશીયમ આપી સરકારે નક્કી કરેલી સંમતિ એવોર્ડ પ્રમાણે 25 ટકાનો વધારો આપે તેવી પણ માંગણી છે.