સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:27 IST)

માં કાર્ડની સુવિધા નકામી નિવડશે? 17 હોસ્પિટલોએ મા કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી નાણાં વસૂલ્યા, સરકારનો સ્વીકાર

ગુજરાતમાં ચાલતી આરોગ્ય સેવાઓ દિવસેને દિવસે ખાડે જઈ રહી છે. જેનું વધુ એક ઉદાહરણ વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન જોવા મળ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાનગી હોસ્પિટલમાં ચલાવવામાં આવતા મા કાર્ડને લઈ માહિતી માગી હતી. જેનો જવાબ આપતા રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં સરકારની નિષ્ફળતાનો સ્વીકારતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 17 હોસ્પિટલ દ્વારા મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ પ્રકારની હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલવામાં આવ્યો નથી.આ હોસ્પિટલોમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ,બોડી લાઈન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ (નરોડા), સ્ટાર હોસ્પિટલ, નારાયણ રુગ્ણાલય હોસ્પિટલ, જી.સી.એસ. મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જીકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, HCG મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ(મીઠાખળી), લાઈફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.