સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2019 (14:38 IST)

સતત બે દિવસથી કચ્છમાં બીએસએફને પેટ્રોલિંગ સમયે બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળ્યા

કચ્છના દરિયામાં BSFને પેટ્રોલિંગ સમયે લખપત લકી ક્રિક નજીકથી ગઈકાલે સાંજે એક પેકેટ મળ્યું હતું અને આજે પણ સવારે ક્રીક વિસ્તારમાંથી એક બીજું પેકેટ મળી આવ્યું છે. પ્રત્યેકની કિંમત 5 કરોડ છે. રવિવારે સાંજે બીએસએફની 108 બટાલિયનને ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું. જ્યારે આજે પણ ડ્રગ્સનું પેકેટ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મે માસમાં કોસ્ટગાર્ડે પકડેલી અલ મદીના બોટમાં 194 પેકેટ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપ્યા હતા. ત્યારબાદ BSF અને પોલીસને ડ્રગ્સના સંખ્યાબંધ પેકેટ મળ્યા હતા. જુલાઈમાં છેલ્લે ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. મે મહિનામાં કોસ્ટ ગાર્ડે જખૌ ઓખા વચ્ચેની ભારતીય દરિયાઈ સીમામાં પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી કેરિયરો સાથે 500 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. દરમિયાન કેરિયરોએ દરિયામાં 136 જેટલો ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા. જેમાંથી અત્યાર સુધી 15 પેકેટને સુરક્ષા એજન્સીઓ અને પોલીસે શોધી લીધા છે.21 મેએ પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી 500 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓને પકડ્યા હતા. ડ્રગ્સ કેરિયરો મારફત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ માર્ગે ગુજરાત અને મુંબઈમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ઝડપાયું હતું. જેમાં 136 પેકેટને કેરિયરોએ દરિયામાં ફેંકી દીધા હતા. જેની શોધખોળ એજન્સીઓએ કરી હતી. જેમાં 15 પેકેટ દરિયામાંથી મળી આવ્યા હતા.કોસ્ટ ગાર્ડ ઝડપેલા 6 પાકિસ્તાનીઓ સામે કચ્છના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ડીઆરઆઈના સીનીયર ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રવણરાજે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં સફદરઅલી અલવારીયું શેખ, અલ્લાહદાદ અલ્લાબક્ષ, અબ્દુલ અઝીઝ મોહમદ જુમા, અબ્દુલગફુર ઓસમાણ બલોચ, અઝીમખાન ઓસમાણ બલોચ, મોહમદમલ્લાહ સના મોહમદ સામે ફરિયાદ નોંધાવી હતી.