બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 1 ઑગસ્ટ 2022 (09:32 IST)

Har Ghar Tiranga- આઝાદીનો અમૃત મહોત્સવ- હર ઘર તિરંગો

આઝાદીનો અમૃત મહોત્સવ દેશના દરેક નાગરિક માટે ગૌરવની બાબત છે અને આઝાદીનાં 75 વર્ષમાં આપણા દેશે લોકશાહીનાં મૂળિયાને વધુ ઊંડા બનાવ્યાં છે એટલું જ નહીં, આપણે વિકાસનાં દરેક પાસાની દ્રષ્ટિએ વિશ્વમાં એક યોગ્ય સ્થાન પર ઊભા છીએ.ભારત સરકારે તેમના દેશના નાગરિકોને દેશભક્તિ પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2022 સુધી રાષ્ટ્રીય ધ્વજ (Nationala Flag) ફરકાવવા માટે કહ્યુ છે. 
 
દેશમાં 20 કરોડથી વધુ ઘરો અને 100 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પોતાના ઘરે તિરંગો લહેરાવશે. આ અવસરે પીએમ મોદીએ બધા નાગરિકોને તેમના ઘર પર 13 થી 15 ઓગસ્ટ 2022 સુધી ફરકાવવાની અપીલ કરી છે. 
 
www.rashtragaan.in પર જઈને હર ઘર તિરંગો પ્રમાણ પત્ર ડાઉનલોડ કરવુ. આજે આ લેખના માધ્યમથી અમે તમને હર ઘર તિરંગા અભિયાનના વિશે જાણકારી આપી રહ્યા છે. સાથે જ Har Ghar Tiranga સર્ટિફિકેટ પણ મળશે. 
 
અત્યારે સુધી પોલીસ્ટર કપડાથી બનેલા ઝંડાને ફરકાવવા પર નાબૂદી હતી પણ હવે નિયમોમાં ફેરફાર કરાયો છે. નવા નિયમો હેઠણ હવે રાષ્ટ્રીય ધ્વજ હવે મશીનથી તૈયાર થઈ કપાસ, પૉલીસ્ટર, ઉની અને રેશમી રાષ્ટ્રાય ધ્વજને પણ ફરકાવી શકાશે. નવા નિયમો હેઠણ હવે હાથથી બનેલા અને મશીનથી તૈયાર થયેલ ઝંડાને પણ ફરકાવી શકાય છે.
 
પહેલા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ઝંડો ફરકાવવાની પરમિશન હતી. પણ હવે રાતમાં પણ ઝંડો ફરકાવી શકાશે. નવા નિયમોના મુજબ હવે ઝંડા ફરકાવવા માટે સમયની નાબૂદી નથી. કેંદ્રીય ગૃહના સચિવ અજય ભલ્લાએ બધા કેંદ્રીય મંત્રાલયો અને વિભાગના સચિવને પત્ર લખીની જવા ફ્લેગ કોડની જાણાકારી આપી છે.
 
આ તો રહ્યા ઝંડા ફરકાવવાના નવા નિયમ. તેનાથી કેટલાક એવા નિયમ પણ છે જેના વિશે જાણકારી હોવી જરૂરી છે. જેમ ઝંડા પર કઈક પણ લખવો ગેરકાયદેસર છે. કોઈ પણ ગાડીની પાછળ, પ્લેન કે વહાણમાં તમારી ઈચ્છાથી તિરંગો નહી લગાવી શકાશે. કોઈ સામાન, બિલ્ડીંગ વગેરેને ઢાંકવા માટે તેનો ઉપયોગ નહી કરી શકાય.
 
જૂની ગાઈડલાઈન મુજબ તિરંગાને ધરતી પર અડવો ન જોઈએ. તે સિવાય તિરંગા એટલે કે રાષ્ટ્રીય ધ્વજથી કોઈ બીજો ઝ6ડો ઉંચો નહી રાખી શકાય. તિરંગાનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સજાવટ માટે નહી કરી શકાશે. તિરંગાનો નિર્માણ હમેશા આયાતકાર હશે. જેનો અનુપાર 3:2 નક્કી છે. તેમજ સફેદ પટ્ટીના વચ્ચે સ્થિત અશોક ચક્રમાં 24 લીટીઓ હોવી જરૂરી છે. આ વાતની કાળજે હમેશા ધ્યાન રાખવી