હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી જબરદસ્ત ઝટકોઃ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લઈ નહીં શકે
ઊંઝામાં હાલ ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અને આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઊંઝા જવા પર સરકારે રોક લગાવી હતી. જે મામલે હાર્દિકે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યા હતા. પણ ગુજરાત હાઈકોર્ટે પણ હાર્દિક પટેલની ઊંઝા પર નો એન્ટ્રી લગાવી દીધી હતી. મહેસાણાના ઊંઝામાં ચાલી રહેલાં લક્ષચંડી મહાયજ્ઞમાં સામેલ થવા માટે હાર્દિકે હાઈકોર્ટ સમક્ષ ગુહાર લગાવી હતી. પણ આ મામલે કોર્ટે હાર્દિકને ઝટકો આપતાં કહ્યું કે, હાર્દિકે સોશિયલ મીડિયામાં કરેલી ટિપ્પણીને લઈ આકરી ઝાટકણી કાઢી હતી અને સરકારના પ્રવેશબંધીને યોગ્ય ગણાવ્યો હતો. કોર્ટે હાર્દિકને કહ્યું કે, દર્શને જવાની ઈચ્છા રાખનારાઓનાં નિવેદન આ પ્રકારનાં ન હોય. સોશિયલ મીડિયામાં હાર્દિકે કરેલી પોસ્ટની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. હવે હાઈકોર્ટે પણ પ્રવેશબંધી પર મહોર લગાવી દેતાં હાર્દિક પટેલ લજ્ઞચંડી મહાયજ્ઞમાં ભાગ લઈ શકશે નહીં. જેથી હાર્દિકની પત્ની કિંજલ પટેલે યજ્ઞમાં એકલા બેસવું પડ્યું હતુ. સરકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિનું કારણ જણાવીને હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. મહાયજ્ઞમાં હાજરી આપવાં કરતાં હાર્દિકનો ઈરાદો બીજો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.