મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જુલાઈ 2023 (09:09 IST)

Gujarat Rain Update - 24 કલાક ગુજરાત માથે અતિભારે, કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

rain in navsari
ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકવાથી પુરની સ્થિતિ સર્જાઈ છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તે ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાવી જેતપુરની વસવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહીનું એલર્ટ જાહેર કર્યું છે. 
 
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી મહિસાગર, નર્મદામાં 28 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, ખેડા, અમદાવાદ અને આણંદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 29 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, પંચમહાલ,વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને દાહોદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 29 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદનું રેલ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર અને જૂનાગઢ, મોરબી, દેવભૂમી દ્વારકા, બોટાદ અને કચ્છમાં 30 જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ છે. 
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના સર્જાઈ રહી છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધુપડતી છે. આવનારા સમયમાં સૌરાષ્ટ્ર પર પણ વરસાદની મેઘમહેર વરસી શકે છે. ભારેથી અતિભારે વરસાદની જો વાત કરીએ તો એમાં છોટાઉદેપુર યાદીમાં અગ્રેસર રહેશે. એની સાથે જ અન્ય જિલ્લાઓ, જેમ કે ભરૂચ, વડોદરા, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ રહી છે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે.