શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 7 જુલાઈ 2019 (11:23 IST)

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી ચારેબાજુ પાણી-પાણી

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી ચારેબાજુ પાણી-પાણી 
 
ત્યારે હવામાન વિભાગે પણ વલસાડ, વાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
મુશળધાર વરસાદને પગલે વાપીની કેટલીક પ્રોવિઝન સ્ટોરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને પગલે સ્ટોરની ચીજવસ્તુઓ તરવા લાગી છે. સ્ટોરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખી દુકાન પાણી પાણી થઈ ગઈ છે.
 
રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં શનિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં 8 ઇંચથી વઘુ વરસાદ ખાબક્યો છે.