શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 જૂન 2021 (22:08 IST)

હાઈકોર્ટે રાજ્ય સરકારને ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન રજુ કરવા આદેશ કર્યો, આગામી 2 જુલાઈએ સુનાવણી થશે

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં લોકોને સારવાર માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી લહેર દરમિયાનની સ્થિતિને જોતાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. ત્યારે હવે ત્રીજી લહેરની સંભાવનાને જોતાં જ હાઈકોર્ટે સરકાર પાસે પ્લાન અંગેનો જવાબ રજુ કરવા માટે નિર્દેશ કર્યો છે. સરકારને કોર્ટે ત્રીજી લહેરમાં આગોતરા આયોજનમાં ટેસ્ટિંગ, હોસ્પિટલ, બેડ, દવાઓ અને નિષ્ણાંતોના મત સહિતની વિગતો રીપોર્ટમાં રજુ કરવા નિર્દેશ કર્યો છે. ગત સુનાવણીમાં પણ કોર્ટે ત્રીજી લહેર અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. હવે કોરોના અંગે આગામી 2 જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને એક્શન પ્લાન રજુ કરવાના પ્રસંગે કહ્યું કે, ત્રીજી વેવની તૈયારીનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તેમાં અભ્યાસુ તજજ્ઞોની મદદ લેવામાં આવી છે.ત્રીજી વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટેની તૈયારીનું પ્રેઝન્ટેશન રજૂ કરવાંમાં આવ્યું છે. કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલાય રાજ્ય છે. અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માટે તૈયારી કરતા હતા. પણ સંભવિત વેવ કેટલી આવશે તે માટે કોઈ ચોક્કસ આંકડો નથી. સંભવિત સંખ્યા પૂરેપૂરી આવે તો એની સામે કેટલી જરૂરિયાત છે તે માટે સીએમ ડેસ્ક સાથે સંકળાઈને જિલ્લા કક્ષાએ તૈયાર થઈ શકે તેવું આયોજન કરાશે. દરેક દર્દીને ઘરની નજીકમાં પથારી મળી રહે તેવા પ્રયાસો કરાશે. કેસ વધે તો પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં વધારો કરાશે. અગાઉ પત્રકારોને આરોગ્ય કમિશનરે શિવહરેએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તો કોરોનાના બીજા વેવમાં પણ દવાની તકલીફ પડવા દીધી નથી. કદાચ સરકારને એ વાસ્તવિકતા બહુ ઝડપથી વિસરાઈ ગઈ હતી કે કેવી રીતે દર્દીઓના સગા રેમડેસિવિર માટે વલખાં મારતા હતા. ઝાયડસ હોસ્પિટલ તથા અન્ય વિતરણ કેન્દ્રો બહાર દર્દીના સ્વજનો રેમડેસિવિર માટે 24-24 કલાક લાઈનમાં ઉભા રહેતા. ઓક્સિજનના બાટલા મેળવવા અને તેને રિફિલ કરાવવા કેવી રીતે ચાર-પાંચ ગણો ભાવ ચૂકવવો પડ્યો હતો.
 
14 જૂને આરોગ્ય કમિશ્નરે એક્શન પ્લાન રજુ કર્યો હતો
કોવિડ ફેસિલિટી 1800થી 2400 કરવામાં આવશે.
રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓનો પૂરતો જથ્થો પ્રોક્યોર કરવામાં આવશે.
અટેન્ડન્ટની સંખ્યા 4 હજારથી વધારી 10 હજાર કરાશે
સર્વેલન્સ યુનિટની સંખ્યામાં 14 હજારથી વધારીને21 હજાર કરાશે
સર્વેલન્સની ટિમની સંખ્યામાં 21 હજારથી વધારો કરી 60 હજાર કરવાનો નિર્ધાર કર્યો છે.
સિટી સ્કેન મશીનની સંખ્યા 18થી વધારી 44 કરવામાં આવશે.
ધનવંતરી રથ અત્યારના રોજના 1.10 લાખ કેસની સાપેક્ષે 2.25 લાખ કેસ હેન્ડલ કરશે
સંજીવની રથ 28 હજારની સાપેક્ષે 60 હજાર કેસ ટ્રીટ કરશે.
રાજ્યની દરેક હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માહિતી માટે એક નોડેલ ઓફિસર પણ નિમણુંક કરાશે.