મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 મે 2022 (11:49 IST)

ગરમીથી રાહત માટે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ માટે લેવાયેલો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. શહેરમાં વાહન ચાલકોની હાલત વધારે કફોડી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર બપોરે ભર તડકામાં ઉભુ રહેવું પડે છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.

બે દિવસના પ્રાયોગિક ધોરણે શહેરના દરેક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ૧ થી ૪ વચ્ચે બંધ રાખવા માટેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગમાં સફળતા મળે તો વધુ રાહત મળી શકે એમ છે અને તેના દિવસો લંબાવવામાં આવે તેવી શક્યતા છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વિક્રમી ગરમી પછી છેલ્લા બે દિવસની રાહત બાદ શનિવાર અને રવિવારથી ફરી હિટ વેવ શરૂ થાય એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. સિગ્નલ ઉપર ત્રણ થી ચાર મિનિટ સુધી વાહન ચાલકોએ અને ખાસ કરીને ટુ વ્હીલર વાહનોએ ઉભુ રહેવું પડે છે ત્યારે તડકાના કારણે તેમની હાલત કફોડી બને છે. જોકે, આ રાહત દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન થાય, વાહન ચાલકો ઉતાવળ કરી ટ્રાફિક જામ કરે નહિ તો જ તેનો ફાયદો મળી શકે એમ છે.