શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (09:46 IST)

અમદાવાદમાં એજન્ટે અમેરિકા મોકલવાના નામે વેપારી પાસેથી 55 લાખ પડાવ્યા

money salary
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના વેપારીએ અમેરિકા જવા માટે એજન્ટ અને નવરંગપુરાની આંગડિયા પેઢીને વર્ષ 2021માં 55 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં એજન્ટ અને આંગડીયા પેઢીના કર્મચારીઓએ પૈસા પણ પરત ન આપ્યા અને અમેરિકાના વિઝા પણ કરી આપ્યા ન હતા.

આ અંગે નવરંપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. એજન્ટ અને આંગડિયા પેઢીના માલિક, કર્મચારીઓ સામે ઠગાઇની ફરિયાદ નોધાઇ હતી.ચાંદખેડા વિસ્તારમાં આવેલા પદ્મપ્રભુ નગરમાં હરેશકુમાર પટેલ ચાંદખેડા ખાતે જીયા એન્ટરપ્રાઇઝના નામે પીવીસી ફર્નીચરની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત જુન 2021માં મનોજ ચૌધરી સાથે મુલાકાત થઇ હતી. તેઓ આઉટ ઓફ કન્ટ્રી મોકલવાનું કામ કરે છે. તેઓ પાસપોર્ટ કઢાવવા, વિઝા અને ટીકીટ મેળવી આપવાનું કામ કરે છે.

તેમાં જે પૈસા નક્કી થાય છે તે આંગડીયા પેઢીમાં રીઝર્વમાં મુકવાના હોય છે. આમ તેઓ અન્ય દેશમાં મોકલી આંગડીયામાં મુકેલા પૈસા એજન્ટોને મળે છે. આમ હરેશકુમારને ઇલેકટ્રોનીક સ્પોન્સર વિઝા લેવાની ઇચ્છા દર્શાવી હતી. આમ પાસપોર્ટ કઢાવવા, સ્પોન્સર કરનાર વ્યક્તિ, ટીકીટ સહિત તમામ મળી 55 લાખ ફી થશે તેમ જણાવ્યું હતું.આમ એમ પટેલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં 39 લાખ જમા કરાવવા અને અમેરિકા પહોચો પછી 25 લાખ જમા કરવવા પડશે તેમ નક્કી થયું હતુ. આખરે 26 ઓક્ટોબર 2021ના રોજ નવરંગપુરા એમ પટેલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીમાં વિનુભાઇ પટેલ ઉર્ફે વિનુકાક, ભરત ભરવાડ ઉર્ફે અલ્પેશે જણાવ્યુ હતુ કે, પેઢીના માલિક મહેશ ઇશ્વરભાઇ પટેલ ઉર્ફે મહેશ કોરાને પુછી જણાવીએ. તેથી તેઓએ સંમતી આપતા 30 લાખ રુપિયા પેઢીમાં જમા કરાવ્યા હતા. જેમાં 30 હજારની એક ચીઠ્ઠી બનાવી આપી હતી.બાદમાં મનોજ ચૌધરીએ જણાવ્યુ કે, તે જ દિવસે જણાવ્યુ કે, સાંજે અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ છે તમે સાંજે એરપોર્ટ આવી જજો. તેથી હરેશભાઇ દિલ્હી પહોચ્યા હતા. દિલ્હીમાં એક હોટલમાં રોકાણ કરાવી એક દિવસમાં અમેરિકાની ટીકીટ આવી જશે તેમ કહી રોકાવ્યા હતા. બે-3 દિવસ થઇ ગયા છતાં પણ અમેરિકાની ટીકીટ કે વિઝા આવ્યા ન હતા. આંગડિયા પેઢીમાં કોલ કરતા રસિકભાઇ કેશવભાઇ પટેલ ઉર્ફે સુનીલે ફોન ઉપાડ્યો હતો અને તેણે જણાવ્યુ હતુ કે, વિનુકાકાનો દિકરો બોલું છું. અમેરિકાનું કંઇ આવ્યું નથી. તેથી સુનીલે જણાવ્યુ કે, 25 લાખ આપો એટલે વિઝા અને ટીકીટ આવશે. જેથી 1 નવેમ્બરના રોજ હરેશકુમારનો મિત્ર હાર્દિક 25 લાખ આંગડિયા પેઢીમાં આપી આવ્યો હતો અને તેને પણ 25 હજાર કાગળ પર લખી મોકલી આપ્યો હતો.દરમિયાનમાં દિલ્હીથી મનોજ અને હરેશભાઇ પાછા આવ્યા હતા અને વિઝા કે અમેરિકાની ટીકીટ આવી ન હતી. દીવાળીનો તહેવાર શરુ થઇ જતાં આંગડિયા પેઢી પણ બંધ હતી. બાદમાં આ ટોળકીએ હરેશભાઇને પૈસા પરત આપ્યા ન હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આઠ મહિને ફરિયાદ નોધાઇ હતી.