શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2023 (18:34 IST)

રાજકોટમાં માલધારી યુવકને અજાણ્યા શખ્સોએ પીવડાવી સિગારેટ, યુવકે અવાજ ગુમાવ્યો

In Rajkot, unknown persons gave cigarettes to the young man, the young man lost his voice
રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માલઢોર ચરાવતા યુવકને અજાણ્યા શખ્સોએ સિગારેટ પીવડાવી હતી. ત્યારબાદ આ સિગારેટની આડઅસર થતા સિગારેટ પીતાની સાથે જ યુવકની હાલત ગંભીર બની હતી. જેથી યુવાનને તાબડતોબ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકને ગળામાં ઇન્ફેક્શન થયું છે. એટલું જ નહીં યુવાન હાલ બોલી પણ શકતો નથી. જેનો અવાજ ચાલ્યો ગયો હોવાથી સિવિલ હોસ્પિટલમાં વધુ નિદાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈને યુવકના પરિવારજનો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.આ મામલે જાણવા મળતી વિગત અનુસાર પડધરી ગામે આવેલ ગીતાનગ૨ વિસ્તારમાં ૨હેતો કિષ્ણા જેરામભાઈ ચા૨ણ નામનો ૨૬ વર્ષીય યુવક બપોરે રોડ પ૨ ઢો૨ ચરાવતો હતો. આ વેળાએ અજાણ્યા વ્યકિતએ યુવાનને સિગારેટ આપી હતી. જે પિતાની સાથે જ યુવકેને આંખે અંધાપો આવ્યો હતો અને યુવક ઢળી પડ્યો હતો. રોડ પર યુવક ઢળી પડતા રાહદારીને જાણ થઈ હતી. જેથી રાહદારીએ પોલીસનો સંપર્ક ક૨તા પડધરી પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જ્યા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાનમાં આવ્યા બાદ ગળામાંથી અવાજ ગાયબ થઈ ગયો હતો. આ અજીબો ગરીબ કિસ્સાને લઈને પરિવારજનો પર આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતાં. હાલ આ મામલે પડધરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.