ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (11:03 IST)

ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઓફ રૂલર સ્ટડીઝની જિલ્લાની બે કોલેજમાં માસ કોપી કેસ, કોલેજનું જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઓફ રૂલર સ્ટડીઝની જિલ્લાની બે કોલેજમાં માસ કોપી કેસ પકડાતા યુનિવર્સિટીએ બંને કોલેજોના 30 વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવાની સાથે-સાથે કોલેજનું જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
25 જાન્યુઆરી, 2021ના સોમવારે બેચલર ઓફ સ્ટડીઝના ત્રીજા સેમિસ્ટરની પરીક્ષા યોજા હતી. ત્યારે યુનિવર્સિટી સ્કોડની ટીમોએ વિવિધ કોલેજોમાંથી 30 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. એક વિદ્યાર્થી ચોપડીમાંથી જવાબ લખતા પકડાયો હતો. તો સ્ક્વોર્ડે એક વિદ્યાર્થીને કાપલીમાંથી લખતા પકડ્યો તો વિદ્યાર્થી સ્ક્વોર્ડના હાથમાંથી કાપલી ઝૂંટવીને ખાઇ ગયો હતો. જોકે, સ્ક્વોર્ડે સીસીટીવીના આધાર પર વિદ્યાર્થી સામે ગેરરીતિનો કેસ નોંધ્યો છે. ફેક્ટે તે વિદ્યાર્થીને તે વિષયની પરીક્ષામાં શૂન્ય માર્ક્સ આપ્યા છે.
 
તો બીજી તરફ યુનિવર્સિટીની એક ચોરીનો એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એક વિદ્યાર્થી નાહવાનો ટુવાલ લઇને આવ્યો હતો. સ્કોર્ડની ટીમે ટુવાલ તપાસતાં તેણે તેમાં બોલપેન વડે જવાબ લખ્યા હતા. જેથી સ્ક્વોર્ડે ગેરરીતિનો કેસ નોંધી ફેક્ટને મોકલી આપ્યો હતો. ફેક્ટે તે વિદ્યાર્થીને તે વિષયમાં શૂન્ય માર્ક સાથે રૂ. 500 દંડ કર્યો હતો.