મંગળવાર, 5 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 મે 2023 (13:14 IST)

જાહેરમાં થૂંકનારા ચેતી જજો, અમદાવાદ બાદ હવે આ શહેરમાં પણ કાર્યવાહી શરૂ

spat in public
spat in public
અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે હવે તંત્ર દ્વારા તમામ કવાયત કરી દેવાઈ છે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાશે. જે બાદમાં RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે.  રાજ્યની મેટ્રો સિટી અમદાવાદમાં તાજેતરમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી હતી. આ તરફ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે.

વડોદરામાં હવે જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જે મુજબ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. વડોદરામાં જાહેરમાં થૂંકતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રખાઇ રહી છે. જે મુજબ CCTVના આધારે 33 વાહનચાલકને નોટિસ ફટકારી છે. આ તરફ હવે RTOમાંથી વિગત મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાશે.અમદાવાદમાં પાન-મસાલાના શોખીનો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે.

અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેરમાં રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. શહેરમાં જાહેરમાં થૂંકનારને ઈ-મેમો ફટકારવામાં આવશે.શહેરના રસ્તા પર થૂંકનાર પર AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નજર રાખવામાં આવશે. જે બાદ મનપા આવા કેસોની વિગતો પોલીસને મોકલશે. છેલ્લા 2 મહિનાના 257 સ્પિટિંગ કેસ પોલીસને મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સુરતમાં પણ આ નિયમ લાગું થઈ ચૂક્યો છે. અહીં જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.