બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (13:21 IST)

કેનેડામાં બોરસદની યુવતીની લાશ મળી, સાંસરીયાઓ પર હત્યાનો આક્ષેપ

બોરસદના પામોલની યુવતીની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા યુવતીના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. સાસરિયાઓ જ યુવતીની હત્યા કરાવી છે તેવો યુવતીના પરિવારનો આક્ષેપ છે. પોલીસે હત્યા છેકે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી બોરસદના પામોલની વતની હતી. તેના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. યુવતી છેલ્લા ત્રણ વર્ષથી પતિ કેનેડામાં રહેતી હતી. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા. જોકે છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી યુવતીને સતત ત્રાસ મળી રહ્યો હતો. યુવતીની હત્યા તેના સાસરિયાઓએ જ કરાવી છે તેવો આક્ષેપ યુવતીના પરિવારજનોએ લગાવ્યો છે.