શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 4 એપ્રિલ 2018 (10:17 IST)

કેન્દ્ર સરકાર લિંગાયત સમુહને જુદા ધર્મનો દરજો નહી આપે - અમિત શાહ

. ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે લિંગાયત અને વીરશૈવ લિંગાયત મુદ્દાને લઈને એ સ્પષ્ટ કરે દીધુ છે કે તેમને જુદા ધર્મનો દરજ્જો કેન્દ્ર સરકાર નહી આપે. અમિત શાહે કહ્યુ કે લિંગાયત સમુહના બધા મહંતોનુ કહેવુ છે કે સમુહને વહેંચવા નહી દઈએ. મને આ વાતનો વિશ્વાસ આપુ છુ કે આવુ નહી થાય. જ્યા સુધી બીજેપીની સરકાર છે કોઈપણ પ્રકારના ભાગલા નહી પડે. અમે તેને લઈને પ્રતિબદ્ધ છીએ. 
 
કેન્દ્ર સરકાર નહી માને રાજ્ય સરકારની ભલામણ 
 
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યુ કે લિંગાયત સમુહને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણને કેન્દ્ર સરકાર નહી માને. બીજી બાજુ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લિંગાયતને જુદો ધર્મનો દરજ્જો અપવાની ભલામણને સિદ્ધારમૈયા સરકારની મંજુરી પર કહ્યુ કે આ યેદિયુરપ્પાજીને કર્ણાટકના સીએમ બનવાથી રોકવાની રણનીતિ છે.  તેઓ લિંગાયત વોટોનુ ધ્રુવીકર્ણ ઈચ્છે છે.  પણ સમુહ તેને લઈને જાગૃત છે. ચૂંટણી પછી બીજેપી પોતાનુ વલણ સ્પષ્ટ કરશે.  સાથે જ અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસ ભ્રષ્ટાચારનુ પ્રતિક બની ગઈ છે.  ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેમને પોતાની યાત્રાના પ્રથમ દિવસે લિંગાયત મઠની મુલાકાર લીધી હતી સાથે જ ચિત્રદુર્ગમાં લગભગ 43 મિનિટ સુધી પ્રભાવશાળી દલિત મઠ સરના મધરા ગુરૂ પીઠના મહંત મધરા ચેન્નૈયા સ્વામીજીની મુલાકાત કરી હતી.