ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (23:40 IST)

કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને નુકશાન સામે લાભ આપતી કિસાન સહાય યોજનાને મંજુરી

ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી મળી છે. આ યોજનાનો અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
 
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના.
 
પાક નુકસાનની ટકાવારી 33% થી 60% હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. પાક નુકસાન 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.  કોઇપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ. 
 
 
વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.
 
- અનાવૃષ્ટિ દુષ્કાળ અતિવૃષ્ટિ કમોસમી વરસાદ માવઠુ જેવા જોખમને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 
- પાક  નુકશાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. 
- પાક નુકશના 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેકટરની મર્યાદામાં અપાશે. 
- કોઈપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ 
-વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.