રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (12:26 IST)

ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં સ્થળ પર જાણો કોણ મોબાઇલ સાથે રાખી શકશે

board exam
- ધો.10-12ની પરીક્ષામાં સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ મોબાઇલ રાખી શકશે
- ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કેન્દ્ર પર માત્ર બે જ મોબાઇલ રાખવાની છૂટ
- સંચાલક ઈમર્જન્સીમાં જ મોબાઇલ વાપરી શકશે એ સિવાય સ્વીચઓફ રાખવો પડશે

બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્દેશ જાહેર કરાયો છે. જેમાં ધો.10-12ની પરીક્ષામાં સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ મોબાઇલ રાખી શકશે. સંચાલક ઈમર્જન્સીમાં જ મોબાઇલ વાપરી શકશે એ સિવાય સ્વીચઓફ રાખવો પડશે. તેમજ પરીક્ષા દરમિયાન બિલ્ડિંગમાં સ્ટાફનું મહેકમ નક્કી કરાયેલું હોય છે.

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કેન્દ્ર પર માત્ર બે જ મોબાઇલ રાખવાની છૂટ આપવામાં આવે છે, જેમાં એક સ્થળ સંચાલક મોબાઇલ રાખી શકશે અને બીજો મોબાઇલ સરકારી પ્રતિનિધિ રાખી શકશે. સ્થળ સંચાલક માત્ર ઈમરજન્સીમાં જ મોબાઈલ યૂઝ કરી શકશે એ સિવાય સ્વિચ ઓફ રાખવાનો રહેશે. ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં 5,378 બિલ્ડિંગના 54,294 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ઉદાહરણ તરીકે જે બિલ્ડિંગમાં 10 બ્લોક હોય ત્યાં 10 ખંડ નિરિક્ષક, 1 સ્થળ સંચાલક, 1 સરકારી પ્રતિનિધિ, 1 વહિવટી મદદનીશ અને 2 પટાવાળા ફાળવાય છે. આમ આ 15 જણના સ્ટાફમાં માત્ર 2 લોકોને જ મોબાઇલ રાખવાની પરમિશન અપાઈ છે. સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિ મોબાઇલ રાખી શકશે. જોકે એમાંથી માત્ર એક જ મોબાઇલ લાઇવ ચાલુ રાખી શકાશે, જે સરકારી પ્રતિનિધિનો હશે. સરકારી પ્રતિનિધિનો મોબાઇલ લાઇવ રાખવામાં આવશે જેના પર બોર્ડ કોઈ પણ સમયે સીધો સંપર્ક કરી શકશે. એ સિવાય સ્થળ સંચાલક મોબાઇલ રાખી શકશે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ ઉપયોગ કરી શકશે. જેમ કે કોઈ વિદ્યાર્થીના હેલ્થનો પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા તો પરીક્ષા કેન્દ્ર પર કોઈ મુશ્કેલી સર્જાય તો તેની મદદ માટે ઉપયોગ કરી શકાશે. એ સિવાય સ્થળ સંચાલકે પણ તેમનો મોબાઇલ ઓફ રાખવાનો રહેશે.