કુંવરજી બાવળિયા સામેની છેતરપિંડીની FIR હાઇકોર્ટે રદ કરી
કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા અને રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સામે રાજકોટ જીલ્લામાં વર્ષ ૨૦૦૫માં નોંધાયેલી વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે. કુંવરજી બાવળિયાની રજૂઆત હતી કે તે સમયે રાજકીય અણબનાવ અને ગેરમસજના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઇ ચૂક્યું હોવાથી આ ફરિયાદ રદ થવી જોઇએ. હાઇકોર્ટ આ રજૂઆત ગ્રાહ્ય રાખી બાવળિયા સામેની પોલીસ ફરિયાદ રદબાતલ ઠેરવી છે.
કુંવરજી બાવળિયાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત છે કે વર્ષ ૧૯૯૪માં તેઓ રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના શ્રીગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વહીવટદાર હતા. આ વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે તેમણે સરકારમાં ઘણીવાર જમીનનીમાગણી કરી હતી. જેથી તેમને જસદણ તાલુકાના અમરાપુર ગામમાં સરકાર તરફથી આ ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવતી હતી. વર્ષ ૨૦૦૩માં કુંવરજી બાવળિયો આ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું.
આ ફરિયાદ રદ કરવાની માગણી સાથે કુંવરજી બાવળિયાએ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તે સમયે રાજકીય અણબનાવ અને ગેરસમજના કારણે પોલીસ ફરિયાદ નોઁધાવવામાં આવી હતી. હવે બન્ને પક્ષ વચ્ચે સમધાના થઇ ચૂક્યું હોવાથી આ પોલીસ ફરિયાદ રદ થવી જોઇએ. આ ઉપરાંત ેતમની સામે પ્રથમદર્શનીય રીતે કેસ બનતો નથી. ફરિયાદમાં તેમની સામે સ્પષ્ટ આરોપ કરવામાં આવ્યો હોય તેવું જણાઇ આવતું નથી તેમજ તેમની સામેના કોઇ પુરાવાઓ પણ તપાસ દરમિયાન મળ્યા નથી. હાઇકોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી પોલીસ ફરિયાદ રદ કરી છે.