શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2019 (11:48 IST)

ગુજરાતમાં 10 હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓની હડતાળઃ વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવશે

ગુજરાતનું  મહેસૂલી કર્મચારી મંડળ તેમની 17 પડતર માંગણીઓ અનુસંધાને અચોક્કસ મુદતની હડતાલને પગલે  દસ હજાર જેટલા મહેસૂલી કર્મીઓ સાથે ગાંધીનગરમાં આવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપશે. મહત્વનું છે કે, આ ઉપરાંત મહેસુલી કર્મચારીઓએ હાઇકોર્ટની એકિઝિકયુટિવ મેજીસ્ટ્રેટની તાલીમનો પણ બહિષ્કાર કર્યો હતો.

હડતાલને કારણે અરજદારોને ધકકા થયા હતાં. નામબ મામલતદાર અને કલાર્ક કેડરની હડતાલથી કામગરીરી ખોરવાઇ ગઇ હતી. જેનાથી અનેક લોકો હેરાન થયા હતાં.રેવન્યૂ કર્મતારી મહામંડળનાં પ્રમુખ વિરમ દેસાઇએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'છેલ્લા બે વર્ષથી અમારા મહેસૂલી કર્મચારીઓનાંપડતર મુદ્દા છે. તેમાં મુદ્દા નંબર એક કે, મહેસૂલી તલાટીઓને પંચાયતો સાથે ભેળવવાનું છે. મુદો નંબર બે કે, 26 કારકૂનોને ના.મામલતદારમાં પ્રમોશન આપવામાં આવ્યાં હતાં, ગુજરાતભરમાં ઘણીબધી જગ્યાઓ ખાલી છે તેમછતાં તેમને ન મુકીને અન્ય જિલ્લામાં ફાળવી દીધા હતાં. તે માટે સરકારને અમે રજૂવાત કરી હતી. આ સાથે અમારા સત્તર જેટલા મુદ્દાઓ છે.'