ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (19:04 IST)

અમને સત્તા મળશે તો દિલ્હી મોડેલની જેમ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશુંઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્યો રાજ્યમાં પ્રચાર કરવા માટે આવી રહ્યાં છે. આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદમાં 35 કિલો મીટરનો રોડ શો કરીને પાર્ટીના પ્રચારની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા આજે અમદાવાદમાં રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદમાં તેઓ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રોડ શો કરીને પાર્ટીનો પ્રચાર કરશે. 


 
લોકોને પાયાની જરૂરિયાતો મળે તે માટે અમે ચૂંટણી લડીએ છીએ
આજે અમદાવાદ આવેલા મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે અમે લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે ચૂંટણી લડી રહ્યાં છીએ. કારણ કે રાજ્યમાં ભાજપની 25 વર્ષની સત્તામાં સમસ્યાઓનો નિકાલ ક્યારેય નથી આવ્યો. અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તામાં આવીશું તો. શાળાઓ, મહોલ્લા ક્લિનિક અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવીશું. 
 
કોંગ્રેસ અને ભાજપ એક જ છેઃ મનીષ સિસોદિયા
 
તેમણે ઉમેર્યું હતું કે ભાજપ દર પાંચ વર્ષે ઉમેદવાર બદલે એનું કારણ એક જ છે કે તેમના કાઉન્સિલર ભ્રષ્ટાચાર કરે છે. કોંગ્રેસ અને ભાજપ એક જ છે તેઓ સાથે મળીને કામ કરે છે. જેથી ગુજરાતમાં પણ વિકાસના નામે માત્ર વાતો જ કરવામાં આવે છે. મારી ગુજરાતના લોકોને અપીલ છે કે જો તમે ભ્રષ્ટાચાર વાળી સરકારથી ત્રસ્ત હોવ તો અમને મત આપીને એક વાર તક આપો. અમે દિલ્હીની જેમ અહીંયા પણ સમસ્ચાઓ દૂર કરવાનો પ્રયાસ કરીશું. 
 
ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીથી ‘આપ’ના સાંસદો અને ધારાસભ્યો આવશે
 
રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યાં છે. ત્યારે પાર્ટીના પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અમદાવાદમાં આઠ કલાકનો રોડ શો કરવાના છે. જ્યારે રાજ્યસભાના સાંસદ સભ્ય સંજયસિંહ આવતી કાલે અમદાવાદ આવશે અને અમદાવાદથી સુરત જવા માટે રવાના થશે.જયાં મીની બજારમાં સભા કરશે, બાદમાં પત્રકાર પરિષદ યોજીને સુદામા ચોકમાં સભા ગજવશે. રવિવારે ઉધના ઝોનમાં રોડ શો કરશે અને કતાર ગામમાં સભા કરીને દિલ્હી જવા રવાના થશે.
આ ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરશે
 
ધારાસભ્ય સંજય ઝા
ધારાસભ્ય દિલીપ પાંડે
આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક શહેનાઝ હિન્દુસ્તાની
ધારાસભ્ય સોમનાથ ભારતી
ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ
ધારાસભ્ય અજેય યાદવ